શું શાહરૂખે એવું કહ્યું છે કે તાકાત હોય તો મારી પઠાણ ફિલ્મ ફ્લોપ કરી બતાવો, જાણો

PC: twitter.com

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના એક નિવેદને હંગામો મચાવ્યો છે, પરંતુ FACT Checkમાં જાણવા મળ્યું છે તે કઇંક જુદુ જ છે.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2018માં રિલીઝ થયેલી ઝીરો બાદ શાહરૂખની કોઈ ફિલ્મ આવી નથી.રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ અને લાલ સિંહ ચઢ્ઢા જેવી ફિલ્મોમાં શાહરૂખ માત્ર નાની ભૂમિકામાં જોવા મળ્યો છે.

અભિનેતા આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બાદ હવે જાન્યુઆરીમાં રીલિઝ થઈ રહેલી અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના બહિષ્કારનું અભિયાન સોશિયલ મીડિયા પર તેજ થયું છે. આ જોઈને શાહરૂખના ચાહકોએ #PathaanFirstDayFirstShow જેવા હેશટેગની મદદથી ફિલ્મની તરફેણમાં વાતાવરણ બનાવવાનું શરૂ કરી દીધું છે.

આ દરમિયાન શાહરૂખ ખાનના નામે એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ભક્તો માં દમ હોય તો મારી પઠાણ ફિલ્મને ફ્લોપ કરીને બતાવે.

આજતકના એક અહેવાલાં કહેવામાં આવ્યું છે કે અમને જાણવા મળ્યું છે કે અભિનેતા શાહરૂખ ખાને ફિલ્મ પઠાણને લઈને આવું કોઈ નિવેદન આપ્યું નથી.

આ એક મનઘડત વાર્તા છે. હા, એ વાત સાચી છે કે શાહરૂખના સમર્થકો તેની ફિલ્મને હિટ બનાવવા માટે સોશિયલ મીડિયા પર ચોક્કસ પ્રચાર કરી રહ્યા છે.

અમને ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના બોક્સ ઓફિસ પરિણામો સાથે સંબંધિત શાહરૂખ ખાનનો કોઈ ઈન્ટરવ્યુ મળી શક્યો નથી જેમાં તે લોકોને તેની ફિલ્મ પઠાણ ફ્લોપ બનાવવા માટે પડકાર ફેંકે છે. શાહરૂખના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાંથી પણ આવું કોઈ નિવેદન મળ્યું નથી. 

ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા લાંબા સમયથી સતત ચર્ચામાં છે. આને લગતી નાની નાની વાત પણ સમાચારોની હેડલાઇન્સમાં આવે છે. સ્વાભાવિક છે કે, જો શાહરુખે આ ફિલ્મ વિશે આપેલા ઈન્ટરવ્યુમાં ખરેખર આવી ચેલેન્જ આપી હોત તો ચોક્કસથી તમામ મીડિયામાં તેના સમાચાર આવ્યા હોત. પરંતુ, અમને એવું કંઈ મળ્યું નથી. 

માર્ચમાં એક ટ્વિટર યુઝરે શાહરૂખને પૂછ્યું કે શું તમે લાલ સિંહ ચઢ્ઢા જોઈ છે? આના જવાબમાં શાહરૂખે કહ્યું હતું કે, अरे यार आमिर कहता है पहले ‘पठान’ दिखा”.

સ્પષ્ટ છે કે, નકલી નિવેદન દ્વારા અભિનેતા શાહરૂખ ખાનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp