ફૈઝાને દુલ્હન વગર કર્યા નિકાહ,મેરે દિલ યે પુકારે ફેમ આયેશાના પ્રેમમાં ભર્યુ પગલુ
ફિલ્મી નગરી મુંબઈમાં રહેનારા ફૈઝાન અન્સારીએ ઈતિહાસ રચી દીધો છે. થોડા દિવસો પહેલા મેરા દિલ યે પુકારે આજા ગીત પર ડાન્સ કરનારી અને રાતો રાત જાણીતી થયેલી આયેશાના પ્રેમમાં ફૈઝાન એ રીતનો દિવાનો થયો છે કે તેણે દુલ્હનની ગેરહાજરીમાં જ તેની સાથે લગ્ન કરી લીધા છે. મુસ્લિમ ધર્મમાં નિકાહનો અર્થ લગ્ન થાય છે, જેમાં છોકરા અને છોકરી બંનેની રજામંદી જરૂરી છે. પરંતુ અહીં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પોતાના તરફથી નિકાહની ઔપચારિકતાઓ પૂરી કરી બધી હદો પાદર કરી દીધી છે. તેના આ વીડિયોને ન માત્ર ભારત પરંતુ પાકિસ્તાનમાં પણ દોઢ કરડોથી વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે.
11 મે 1996માં જન્મેલા ફૈઝાન અન્સારીએ થોડા દિવસો પહેલા જ પાકિસ્તાન જઈને આયેશા સાથે લગ્ન કરી તેને પોતાની બેગમ બનાવવામાં રસ દેખાડ્યો હતો. ફૈઝાને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે આયેશાના પ્રેમમાં પાગલ છે અને પોતાની લાઈફમાં તેના જેવી સુંદર છોકરી જોઈ નથી. ફૈઝાન કહ્યું હતું કે, જ્યારથી તેનો વીડિયો વાયરલ થયો છે, તેને જોવા માટે હું ઘણો એક્સાઈટેડ છે. હું તેનો વીડિયો જોઈને પાગલ થઈ ગયો છું. કંઈ પણ થઈ જાય હું તેની સાથે લગ્ન કરીને જ રહીશ. લગ્ન પછી અમે બંને સાથે મળીને ડાન્સ કરશું.
જોકે ઘણી કોશિશ કરવા છતાં તેને પાકિસ્તાનના વિઝા મળ્યા નથી. આમ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધના કારણે બંને દેશોના નાગરિકોને વિઝા મળવા ઘણા મુશ્કેલ છે. ફૈઝાનના કહેવા પ્રમાણે, તેણે આયેશા સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. તેવામાં તે બપોરે 12 વાગ્યે એકદમ વરરાજા બનીને બાન્દ્રાની કોર્ટમાં પહોંચી ગયો હતો અને ત્યાં લગ્નની ઔપચારિકતાઓ પૂરી કરી હતી. કહેવામાં આવ્યું છે કે તેણે 12 લાખ રૂપિયાની ડિઝાઈનર શેરવાની પહેરી હતી.
ફૈઝાન અન્સારીએ તેના પછી પ્રેસ કોન્ફરન્સ કરીને એ પણ દાવો કર્યો હતો કે તે આયેશાને હક-એ-મેહર તરીકે 15 લાખ રૂપિયા આપી રહ્યો છે. ફૈઝાને આ દરમિયાન 15 લાખ રૂપિયાનો ચેક પણ દેખાડ્યો અને દાવો કર્યો છે કે આયેશાના ભારત આવતાની સાથે જ તે આ ચેક તેને આપી દેશે. જણાવી દઈએ કે હક-એ-મેહર ઈસ્લામી વિવાહ પદ્ધતિનો એક મહત્વનો હિસ્સો છે. આ રકમ વરરાજા તરફથી દુલ્હનને આપવામાં આવે છે, જેની પર સંપૂર્ણ રીતે દુલ્હનનો જ હક હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp