ઉર્ફી-ફૈઝાનની જંગ પહોંચી કોર્ટમાં, કહ્યું- મુંબઈમાં રહેવા નહીં દઈશ

PC: thenationalbulletin.in

પોતાના કપડાંને લઈને મોટાભાગે મુશ્કેલીમાં ફસનારી ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાની અજીબોગરીબ ડ્રેસિંગ સેન્સના કારણે અભિનેત્રી મુશ્કેલીઓમાં ફસાતી દેખાઈ રહી છે. ફૈઝાન અંસારી અને ઉર્ફીની વચ્ચેનો મામલો વધુ ગૂંચવાયો છે. થોડાં દિવસ અગાઉ અભિનેત્રી વિરુદ્ધ ફતવો જાહેર કરી અરજી આપનારો ફૈઝાન હવે તેના ડ્રેસિંગ વિરુદ્ધ કોર્ટમાં પહોંચી ગયો છે. એટલું જ નહીં, ફૈઝાને ઉર્ફી જાવેદ વિરુદ્ધ ઘણા પ્રકારના ગંભીર આરોપ લગાવતા એક લીગલ નોટિસ જાહેર કરી છે.

પોતાની અતરંગી ફેશન માટે જાણીતી ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસિંગને લઈને મોટાભાગે ચર્ચામાં બની રહે છે. તેનો દરેક ડ્રેસ કોઈક ને કોઈક એવી વસ્તુમાંથી બનેલો હોય છે, જે લોકોને ચોંકાવી દે છે. ક્યારેક પિન તો ક્યારેક સિમથી બનેલો ડ્રેસ પહેરનારી ઉર્ફી જાવેદ આ કપડાંના કારણે જ નેટિજન્સના નિશાના પર આવી જાય છે. પરંતુ, ઘણીવાર ઉર્ફી જાવેદે ટ્રોલિંગ દ્વારા અલગ-અલગ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

એવામાં ઘણીવાર ફૈઝાન અંસારીએ ઉર્ફી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ફૈઝાન અંસારીએ ઉર્ફી જાવેદ પર ભડકીલા કપડાં પહેરવા, માહૌલ ખરાબ કરવા અને એક સમુદાય વિશેષની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા કાયદાકીય નોટિસ જાહેર કરાવી છે. તેનું કહેવુ છે કે, ઉર્ફીએ જો મુંબઈમાં રહેવુ છે તો પોતાની હદ અને હાલત બદલવી પડશે, નહીં તો તે તેને અહીં નહીં રહેવા દેશે.

ઉર્ફી જાવેદ વિરુદ્ધ ટૂંક સમયમાં જ ફતવો જાહેર કરવા અને તેના મોત બાદ તેને કબ્રસ્તાનમાં જગ્યા ના આપવાનો દાવો કરનારો અભિનેતા ફૈઝાન અંસારી હવે અભિનેત્રી વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડવા માટે તૈયાર છે. મીડિયા સાથે વાત કરતા, ફૈઝાને હાલમાં જ ખુલાસો કર્યો કે, તેણે ઉર્ફી જાવેદ વિરુદ્ધ ભડકાઉ કપડાં પહેરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે અને અભિનેત્રીને કોર્ટમાં લઈ જવા માટે તૈયાર છે.

તેણે કહ્યું, ઉર્ફી જાવેદ બોમ્બેનો માહોલ ખરાબ કરી રહી છે. તેને હવે કોર્ટમાં જોઈ લઈશું. ઉર્ફી જાવેદના કપડાં પહેરવાની રીત અને અન્ય હરકતોથી એક સમુદાય વિશેષની ભાવનાઓ દુભાય છે અને અમે થોડાં જ દિવસોમાં કોર્ટમાં તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવવા માટૈ તૈયાર છીએ.

ફૈઝાને ઉર્ફીને ખરાબ છોકરી ગણાવતા કહ્યું કે, જો તેણે પોતાનું ડ્રેસિંગ અને રીતભાત ના બદલી તો તે તેને મુંબઈમાં નહીં રહેવા દેશે. ફૈઝાને કહ્યું, તે ખૂબ જ ખરાબ છોકરી છે અને આખા મુંબઈનો માહૌલ ખરાબ કરી રહી છે. ઉર્ફી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ દાખલ થઈ ચુકી છે. પોલીસ ઓફિસર પણ ઈચ્છે છે કે, આવો માહૌલ ના હોવો જોઈએ. હવે ઉર્ફી જાવેદનું બચવુ અશક્ય છે. તેણે પોતાની હદ અને હાલત બદલવી પડશે. કપડાં પહેરવાનો જે ઢંગ છે, તે બદલવો પડશે. જો મુંબઈમાં રહેવુ છે તો ઉર્ફી જાવેદે પોતાનું બધુ બદલવુ પડશે. નહીં તો આ રીતે હું તો તેને મુંબઈમાં નહીં રહેવા દઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp