વેબ સીરિઝ ‘ફર્ઝી’ જોતા પહેલા જોઇ લો ટ્વીટર યુઝર્સે આપેલા રિવ્યૂ

PC: youtube.com

શાહિદ કપૂર અને વિજય સેતુપતિ જેવા દમદાર એક્ટરોના ફેસ ઓફ બાબતે વિચારીને કોઇ પણ સિનેમા ફેન ઓટોમેટિક એક્સાઇટેડ થઇ જશે. OTT પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમનો નવો શૉ ‘ફર્ઝી’ રીલિઝ થઇ ચૂક્યો છે અને ટ્વીટર પર તેને જોનારી જનતાનો ટ્રેન્ડ આવવાની શરૂઆત થઇ ગઇ છે. ‘ફર્ઝી’ના ડિરેક્ટર રાજ એન્ડ ડી.કે. છે જેમણે ‘ધ ફેમિલી મેન’ જેવો શૉ બનાવ્યો છે. શાહિદ કપૂર અને વિજય સેતુપતિ અભિનીત સીરિઝનું ટ્રેલર જોયા બાદ જ લોકો કાગડોળે રાહ જોઇને બેઠા હતા.

ગુરુવારે શૉ લાઇવ થતા જ લોકોએ તેને જોવાની શરૂઆત કરી દીધી છે અને પોતાના મંતવ્યો ટ્વીટર પર શેર કરી રહ્યા છે. ‘ફર્ઝી’માં જ્યાં શાહિદ કપૂર અને વિજય સેતુપતિ લીડ રોલમાં છે. તો રાશિ ખન્ના, કે.કે. મેનન અને જાકિર હુસેન જેવા એક્ટર પણ મહત્ત્વપૂર્ણ રોલમાં નજરે પડી રહ્યા છે. આવો તો જાણીએ ટ્વીટરની જનતા ‘ફર્ઝી’ જોઇને કયા પ્રકારે રીએક્ટ કરી રહી છે. ‘ફર્ઝી’ જોનારા લોકો શાહિદ અને સેતુપતિના પ્રદર્શનથી ખૂબ એન્ટરટેન નજરે પડી રહ્યા છે.

એવા જ એક યુઝરે બંને એક્ટર્સ માટે લખ્યું કે, ‘ફર્ઝી’માં બે સુપર અમેઝિંગ એક્ટર સાથે છે, એપિસોડ 3 વચ્ચે છું અને અત્યાર સુધી બધુ મજેદાર ચાલી રહ્યું છે. આ બંનેને એક ફેમમાં જોવા માટે ખૂબ એક્સાઇટેડ છું. એક બીજા યુઝરે ટ્વીટર પર લખ્યું કે, ‘ફર્ઝી’ જોઇને મજા આવી ગઇ. એક્ટિંગ, સ્ટોરી, સ્ક્રીનપ્લે બધુ ખૂબ સારું છે. લીડિંગ એક્ટર્સ સિવાય રાશિ ખન્નાનું કામ પણ પસંદ કરવામાં આવી રહ્યું છે. એક યુઝરે રાશિ ખન્નાને ટેગ કરતા લખ્યું ‘ફર્ઝી’ના ત્રીજા એપિસોડ પર છું અને તમારું પરફોર્મન્સ અને સ્ક્રીન પેજેન્સ પર અટકી ગયો છું. જસ્ટ વાઉ.

ઘણા બધા યુઝર્સે ‘ફર્ઝી’ના ડિરેક્ટર રાજ એન્ડ ડી.કે.ના પણ દિલથી વખાણ કર્યા છે. ‘ફર્ઝી’ની સ્ક્રીનપ્લે અને કહાની સિવાય ઘણા યુઝર્સે ટ્વીટર પર વિજય સેતુપતિ અને જાકીર હુસેન વચ્ચે ચાલી રહેલી મજેદાર ડાયલોગબાજીના પણ વખાણ કર્યા.

ઉલ્લેખનીય છે કે શૉમાં સેતુપતિ એક કોપના રોલમાં છે અને જાકિર હુસેનનો રોલ એક પોલિટિશિયનનો છે. જે કેસના ઇન્વેસ્ટિગેશનને લઇને સતત દબાવ બનાવે છે. એક યુઝરે આ બંને એક્ટર્સની વાત કરતા લખ્યું કે, ભાઇ સાહેબ, આ બંને વચ્ચે જ્યારે કન્વર્ઝેશન થાય છે હસી હસીને પેટ દુઃખી ગયું. બંને એક બીજાની ફેક રિસ્પેક્ટ કરે છે અને મોઢા પર બેઇજ્જતી પણ.

જ્યાં મોટા ભાગના યુઝર્સ ‘ફર્ઝી’ના વખાણ કરી રહ્યા છે તો કેટલાક એવા યુઝર્સ પણ છે જેમને પાંચમા એપિસોડ વચ્ચે શૉ સ્લો લાગે છે. કેટલાક યુઝર્સને શહીદ કપૂર અને રાશિ ખન્નાની કાસ્ટિંગ પણ મિસફિટ લાગી રહી છે, પરંતુ એવા યુઝર્સ પણ એટલું જરૂર કહી રહ્યા છે કે તેમને કુલ મળીને શૉ પસંદ આવી રહ્યો છે. ટ્વીટરની જનતાએ તો ‘ફર્ઝી’ પર પોતાનું રિવ્યૂ આપી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp