એક્શનના ઓવરડોઝથી ભરપૂર અજય દેવગનની ‘ભોલા’ જોવા જતા પહેલા વાંચી લો આ રિવ્યૂ
અજય દેવગનના ભગવાન શિવ પ્રેમથી તો સૌ કોઈ વાકેફ છે. ફિલ્મો દ્વારા તેણે ઘણીવાર પોતાના શિવ ભક્ત હોવાની વાતને સ્ટેબલિશ કરી છે. ફિલ્મ ‘શિવાય’ બાદ ‘ભોલા’ પણ આ શ્રૃંખલાનો હિસ્સો છે. સાઉથ ફિલ્મ ‘કૈથી’ની ઓફિશિયલ રીમેક આ ફિલ્મ દર્શકો માટે કેટલી એન્ટરટેનિંગ સાબિત થાય છે. તે જાણવા વાંચી લો રિવ્યૂ.
ભોલા (અઝય દેવગન) 10 વર્ષ બાદ જેલમાંથી છૂટે છે. જેલમાં રહેતા ભોલાને જાણકારી મળે છે કે, તેની એક દીકરી છે, જે લખનૌના એક અનાથાશ્રમમાં રહે છે. જેલમાંથી નીકળતા જ ભોલા તેને મળવા આતુર છે. તેમજ, બીજી તરફ એસપી ડાયના જોસેફ (તબ્બૂ)એ એક મોટી ગેંગ માફિયાના ડ્રગ તસ્કરી મામલામાં પકડી છે અને જપ્ત માલને તે પોલીસ સ્ટેશનના એક ગુપ્ત એરિયામાં સંતાડી દે છે. માલને ફરીવાર પાછો લાવવા અને ડાયનાને જાનથી મારવાનું ષડયંત્ર રચનારા અસ્વાથામા (દીપક ડોબરિયાલ) ને એક પોલીસ ઇન્સપેક્ટર (ગજરાજ રાવ) વિશે ટિપ મળે છે. તેની તૈયારીમાં અસ્વાથામા પાર્ટી કરી રહેલી પોલીસ ફોર્સના ડ્રિંક્સમાં કંઈક મિક્સ કરી દે છે, જેના કારણે એક-એક કરીને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર બેભાન થઈ જાય છે અને તેમના જીવને જોખમ છે. દરમિયાન એસપી ડાયના આ તમામ પોલીસ ઓફિસરને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી લે છે, સાથે જ તેણે પોલીસ સ્ટેશન પણ પહોંચવાનું છે જેથી જપ્ત માલ ફરી ગાયબ ના થઈ જાય. આમાં ભોલા તેની સાથે કઇ રીતે જોડાય છે? જપ્ત કરેલા માલનું શું થાય છે? આ સવાલોનો જવાબ મેળવવા તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મમાં એક્ટિંગની સાથોસાથ ડાયરેક્શનની જવાબદારી પણ અજયે સંભાળી છે. ફિલ્મમાં એન્ટરટેન્મેન્ટનો એ દરેક ડોઝ છે, જેને જોવાની ઈચ્છા એક સિનેમા લવરની હોય છે. જોકે, ફિલ્મમાં એક્શનનો ઓવરડોઝ છે આથી તે ઇમોશનલથી હટીને એક એક્શન ડ્રામા ફિલ્મ બની જાય છે. ફિલ્મમાં એક્શન સીક્વન્સની અતિરિક્તા છે. જ્યારે ‘કૈથી’ ફિલ્મની ખાસિયત એ હતી કે તે ઇમોશનલી પોતાના દર્શકોને કનેક્ટ કરીને રાખે છે. એક એકલા ભોલાનું સો કરતા પણ વધુ ગુંડાઓ સાથે લડવું થોડું લોજિકલ નથી લાગતું.
ફર્સ્ટ હાફથી લઈને ક્લાઇમેક્સ સુધી તમને માત્ર ગાડી, ટ્રક, બાઇક ઉડતી દેખાશે. ફર્સ્ટ હાફમાં એક-બે જગ્યાએ કેટલાક ઇમોશનલ સીન્સને છોડીને આખો સમય ટ્રકના સીક્વન્સ પર પસાર કર્યો છે. તેમજ સેકન્ડ હાફમાં ભોલાની બેકડ્રોપ સ્ટોરીને એક ગીતમાં સમેટવાનો સ્માર્ટ પ્રયત્ન કરવામાં આવ્યો છે. અંતમાં ફિલ્મ ટુ બી કન્ટીન્યૂ મેસેજ સાથે પૂર્ણ થાય છે. પરંતુ, કન્ફ્યૂઝન એ જળવાઈ રહે છે કે આવનારો ભાગ પ્રીક્વલ હશે કે સીક્વલ? જોકે, જે ઇન્ટ્રેસ્ટિંગ રીતે એક સ્ટારની એન્ટ્રી સાથે ફિલ્મ પૂર્ણ થાય છે, તે તમને પાર્ટ 2 માટે જરૂર રોમાંચિત કરી દેશે.
એક્ટર્સનું કાસ્ટિંગ અને તેમનો અનકન્વેશનલ લુક આ ફિલ્મનો મજબૂત પક્ષ છે. તબ્બૂ, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, વિનિત કુમાર, રાજ કિરણ જેવા એક્ટર્સે સુસજ્જિત ફિલ્મમાં પોતાના કેરેક્ટર્સની છાપ છોડી છે. અજય પણ પોતાના કેરેક્ટરમાં પરફેક્ટ લાગી રહ્યો છે. કેટલીક જગ્યાઓને છોડી દઇએ તો અજય પોતાના એંગ્રી મેન અવતારમાં દેખાય છે. જોકે તે એક અગાતી પિતાનો પોટ્રેઅલ સ્ક્રીન પર યોગ્યરીતે કન્વે કરવામાં નિષ્ફળ રહ્યો છે.
અજય દેવગનના ફેન્સ માટે ‘ભોલા’ એક ટ્રીટ છે. ખાસ કરીને એક્શન લવર્સને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવશે. માસ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ ફિલ્મને એક તક જરૂર આપી શકાય.
ફિલ્મઃ ભોલા
સ્ટાર કાસ્ટઃ અજય દેવગન, તબ્બૂ, દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા, ગજરાજ રાવ
ડિરેક્ટરઃ અજય દેવગન
ફિલ્મને મળેલા સ્ટાર્સ
આજતકઃ 3 સ્ટાર્સ
IMDb: 10માંથી 5.6 સ્ટાર્સ
NDTV: 2 સ્ટાર્સ
ABP Live: 3 સ્ટાર્સ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp