કિયારા-આર્યનની 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મ જોવા જતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: bollywoodhungama.com

‘ભુલ ભુલૈયા 2’ની સાથે કમાલ કર્યા બાદ ફરી એકવાર કાર્તિક અને કિયારા અડવાણીની જોડી મોટા પડદા પર આવી છે. બંનેની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ આજે થિયેટર્સમાં રીલિઝ થઈ ગઈ છે. તેને લઇને ફેન્સની વચ્ચે ખૂબ જ એક્સાઇટમેન્ટ હતી. પહેલા ફિલ્મની સ્ટોરીની વાત કરીએ. આ સ્ટોરી સત્યપ્રેમ ઉર્ફ સત્તૂ (કાર્તિક આર્યન)ની છે, જે લગ્ન કરવા માટે ઉતાવળો છે. સત્તૂ પોતાના જીવનમાં ઘરના કામ ઉપરાંત કંઇ નથી કરતો. વાસણ ધોવા, ખાવાનું બનાવવુ, ઝાડુ-પોતા કરવા જેવા કામ સત્તૂ ઘરે રોજ કરે છે. તે વકીલ બનવા માંગતો હતો પરંતુ, એક્ઝામમાં પાસ ના થઈ શક્યો તો ઘરે ખાલી બેઠો છે. સત્યપ્રેમના પિતા નારાયણ (ગજરાજ રાવ) પણ બેરોજગાર છે. તેમણે ત્રીસ બિઝનેસમાં પૈસા લગાવ્યા પરંતુ, નુકસાન થયુ. એવામાં સત્તૂની માં (સુપ્રિયા પાઠક) અને બહેન સેજલ (શિખા તલસાનિયા) ડાન્સ ક્લાસીસ આપીને પોતાનું ઘર ચલાવે છે.

સત્તૂનું સપનું પોતાનું ઘર વસાવવાનું હતું. તેના ફ્રેન્ડ્સ અને પડોશીઓના એક પછી એક લગ્ન થઈ રહ્યા હતા. રોજ તેની મમ્મી તેને ખિજવાતી અને બહેન પણ ટોણા મારતી. પરંતુ, સત્તૂના પપ્પા તેના બેસ્ટ ફ્રેન્ડ છે. તે દરેક સમયે તેનો સાથ આપે છે. સત્તૂને કથા (કિયારા અડવાણી) નામની એક છોકરી પર ક્રશ છે. કથા એક વર્ષ પહેલા તેને ગરબા નાઇટમાં મળી હતી અને પસંદ આવી ગઈ. કોઇકરીતે સત્યપ્રેમ અને કથાના લગ્ન થઈ જાય છે. પરંતુ, લગ્ન બાદ પણ બંને વચ્ચે અંતર છે. કથા પોતાના દિલમાં એવુ રહસ્ય દબાવીને બેઠી છે, જે દરેક વ્યક્તિના જીવન પર અસર કરી શકે છે. એવામાં જ્યારે સત્તૂને કથાનું સિક્રેટ ખબર પડે છે તો તે તેની મદદ કરવાનો નિર્ણય લે છે. સત્તૂ કહે છે કે, કથાએ પોતાની સ્ટોરીનો હીરો જાતે બનવુ પડશે તે સપોર્ટિંગ એક્ટરની જેમ તેનો સાથ આપશે.

પરફોર્મન્સની વાત કરીએ તો કાર્તિક આર્યને સત્યપ્રેમ ઉર્ફ સત્તૂના રોલને ખૂબ જ સારી રીતે નિભાવ્યો છે. ઘણા બધા સીન્સમાં કાર્તિકને જોઇને અને તેની ડાયલોગ ડિલીવરી સાંભળીને તમને અક્ષય કુમારની યાદ આવી જશે. કિયારાએ પણ કથાના રોલમાં ખૂબ જ સરસ પરફોર્મન્સ આપ્યું છે. સપોર્ટિંગ રોલમાં ગજરાજ રાવ, સુપ્રિયા પાઠક, સિદ્ધાર્થ રાંદેરિયા અને અનુરાધા પટેલે પોતાના કેરેક્ટર્સ સાથે ન્યાય કર્યો છે.

હવે આવે છે મુદ્દાની વાત. જ્યારે તમે રેપ, સેક્સુઆલિટી અને કન્સેન્ટ જેવા હેવી ટોપિક પોતાની ફિલ્મમાં ઉઠાવો છો તો તેની ટ્રીટમેન્ટનું ધ્યાન રાખવુ જરૂરી હોય છે. તમારી સ્ટોરી સ્ટ્રોંગ હોવી જોઈએ સાથે સ્ક્રીનપ્લે અને એડિટિંગ પણ સારું હોવુ જોઈએ. ડિરેક્ટર સમીર વિધ્વંસે કરણ શ્રીકાંતની ભારે ટોપિકવાળી સ્ટોરી તો ઉઠાવી પરંતુ, તેની સાથે ન્યાય ના કરી શક્યા. ફિલ્મમાં કન્સિસ્ટન્સીનો પ્રોબ્લેમ છે. ફર્સ્ટ હાફમાં કેરેક્ટરનો જે મિજાજ હતો તે સેકન્ડ હાફમાં એકદમ બદલાઈ જાય છે. સત્તૂના પિતા જે હંમેશાં તેનો સાથ આપે છે, તે જ તેમના દીકરાના નિર્ણયની વિરુદ્ધ ઊભા રહી જાય છે.

કથાની સ્ટ્રગલ તો જોવા મળે છે પરંતુ, તેને ન્યાય મળવાની વાતને અંતમાં ખાલી સમેટી લેવામાં આવે છે. શરૂઆતમાં ઘણી એવી બાબતો બતાવવામાં આવી છે જેનો અંતમાં કોઈ આઉટકમ જોવા નથી મળતો. તમે વિચારશો કે કથાને ન્યાય અપાવવામાં સત્તૂ પોતાના લૉના ભણતરનો ઉપયોગ કરશે પરંતુ, એવુ કંઈ નથી થતુ. બંનેની લવ સ્ટોરી બતાવીને ફિલ્મ પૂરી કરી દેવામાં આવે છે. ફિલ્મને જોતા ઘણી જગ્યાએ એવુ લાગશે કે આની જગ્યાએ આવુ હોત તો સારું થતે. ફિલ્મની ટ્રીટમેન્ટને વધુ સારી કરી શકાતી હતી. ફિલ્મમાં કાર્તિક સાથે કિયારાની કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે.

ફિલ્મઃ સત્યપ્રેમ કી કથા

ડિરેક્ટરઃ સમીર વિધ્વંસ

સ્ટાર કાસ્ટઃ કાર્તિક આર્યન, કિયારા અડવાણી, સુપ્રિયા પાઠક, ગજરાજ રાવ, સિદ્ધાર્થ રાંદેરિયા

ફિલ્મને મળેલા સ્ટાર્સ

આજતકઃ 2.5 સ્ટાર્સ

નવભારત ટાઇમ્સઃ 3 સ્ટાર્સ

ઇન્ડિયા ટાઇમ્સઃ 3 સ્ટાર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp