26th January selfie contest

'તૂ જૂઠી મેં મક્કાર' ફિલ્મ થિયેટર્સમાં જોવા જતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: twitter.com

સાઉથ દિલ્હીની બિઝનેસ ક્લાસ ફેમિલીનો મિકી (રણબીર કપૂર) પોતાના ફ્રેન્ડ ડબાસ (અનુભવ સિંહ બસ્સી) સાથે મળીને કપલ્સના બ્રેકઅપ કરાવવાનો સાઇડ બિઝનેસ ચલાવે છે. દરમિયાન ડબાસની બેચલર પાર્ટીમા મિક્કીની મુલાકાત ટિન્ની (શ્રદ્ધા કપૂર) સાથે થાય છે. એકબીજાથી અટ્રેક્ટ થયેલા મિકી અને ટિન્ની ટાઇમપાસ માનીને પોતાના રિલેશનશિપની શરૂઆત કરે છે. ક્યારે પ્રેમ થઈ જાય છે અને કઈ રીતે વાત લગ્ન સુધી પહોંચી જાય છે, તેનો અહેસાસ તે બંનેને નથી થતો. મિક્કીની મોડર્ન ફેમિલી પણ ટિન્નીને એક્સેપ્ટ કરી લે છે. એક નોર્મલ ચાલી રહેલી સ્ટોરીમાં એ સમયે ટ્વિસ્ટ આવે છે, જ્યારે ટિન્ની આ સંબંધને તોડવાનો નિર્ણય લે છે. આખરે ટિન્ની આ નિર્ણય શા માટે લે છે? શું તે બંને સાથે રહેશે? આખરે આ સ્ટોરીમાં જૂઠ્ઠું કોણ અને મક્કાર કોણ તે જાણવા તમારે ફિલ્મ જોવી પડશે.

લવ રંજનની ફિલ્મોનો એક અલગ ફ્લેવર રહ્યો છે. ‘તુ જૂઠી મેં મક્કાર’ ટાઇટલ પર બનેલી આ ફિલ્મ પણ યૂથના કેટલાક ઇશ્યૂઝને એડ્રેસ કરે છે. એક તરફ જ્યાં છોકરા પ્રેમિકા અને પરિવારની વચ્ચે પેંડુલમ બનીને રહી જાય છે, તો બીજી તરફ છોકરીઓની ઈન્ડિપેન્ડેન્ટ લાઇફની ઈચ્છા અને જોઈન્ટ ફેમિલીની વચ્ચે ફસાયેલી જિંદગી જેવા મુદ્દાઓ પર મોર્ડન અપ્રોચ રાખતા લવ રંજને ફિલ્મને એક નવા રંગમાં રંગી છે.

ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો અસ્ત-વ્યસ્ત લાગે છે. ક્યાંક કારણ વિનાના સીન્સ અને ડાયલોગ જોઈને કંટાળો આવશે. અહીં એડિટિંગમાં ખામી દેખાઇ આવે છે. જોકે, ઇન્ટરવલ બાદ જે રીતે ફિલ્મ યૂ-ટર્ન લે છે તે વખાણવાલાયક છે. સેકન્ડ હાફ દરમિયાન ફિલ્મ તમને એક ઇમોશનલ રાઇડ પર લઈ જાય છે. જ્યાં ફેમિલી વેલ્યૂઝ, રોમાન્સ, ફ્રેન્ડશિપ સાથે સંકળાયેલા દરેક ઇમોશનનો યોગ્ય ડોઝ આપવામાં આવ્યો છે. ફિલ્મના વન લાઇનર્સ તેની હાઇલાઇટ છે. સાથે જ બે એવા એક્ટર્સની એન્ટ્રી થાય છે, જેને સ્ક્રીન પર જોતા જ ચેહરા પર સ્માઇલ આવી જાય છે. ઓવરઓવ ફિલ્મ ફેમિલી એન્ટરટેનર છે, જેમા એ દરેક એલિમેન્ટ્સ છે, જે માસ ઓડિયન્સને ગમશે.

રોમેન્ટિક જોનરમાં પારંગત રણબીર આ ફિલ્મમાં પણ પોતાના કેરેક્ટરમાં પરફેક્ટ લાગી રહ્યો છે. ફિલ્મ દરમિયાન તેણે પોતાના ઇમોશનનો ગ્રાફ જાળવી રાખ્યો છે. ફિલ્મમાં ગ્લેમરસ લાગેલી શ્રદ્ધા કેટલીક જગ્યાઓ પર અસહજ લાગી રહી છે. રણબીરના ફ્રેન્ડ બનેલા બસ્સીએ પોતાના ડેબ્યૂમાં ચોગ્ગો માર્યો છે. ડિમ્પલ કાપડિયાએ પોતાના કેરેક્ટરને આત્મસાત કર્યું છે. બોની કપૂર એક ટિપિકલ ફાધરની ભૂમિકામાં સહજ લાગી રહ્યો છે.

ફિલ્મમાં દરેક એ એલિમેન્ટ્સ છે, જેની શોધ સિનેમાલવર્સને હોય છે. રોમાન્સ, કોમેડી, ફેમિલી ડ્રામા, ફ્રેન્ડશિપ બધુ જ આ ફિલ્મમાં છે. રણબીરના ફેન્સ માટે આ એક સારી ટ્રીટ છે. તેમજ, શ્રદ્ધા કપૂરને પણ લાંબા સમય બાદ સ્ક્રીન પર જોઈને તેના ફેન્સ નિરાશ નહીં થશે. લવ સ્ટોરીની સાથોસાથ ફેમિલી ઇમોશનનો તડકો ફિલ્મમાં જોવા મળશે. લોકોને શ્રદ્ધા અને રણબીરની ફ્રેશ જોડી પણ ગમશે. ફિલ્મ એન્ટરટેનિંગ છે. ટૂંકમાં, એકવાર આ ફિલ્મ થિયેટર્સમાં જોઇ શકાય તેમ છે.

ફિલ્મઃ તૂ જુઠી મેં મક્કાર

સ્ટારકાસ્ટઃ રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, ડિમ્પલ કાપડિયા, બોની કપૂર, અનુભવ સિંહ બસ્સી, મોનિકા ચૌધરી, કાર્તિક આર્યન અને નુસરત ભરૂચા

ડિરેક્ટરઃ લવ રંજન

પ્રોડ્યૂસરઃ લવ રંજન, અંકુર ગર્ગ, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર

ફિલ્મને મળેલા સ્ટાર્સ

અમર ઉજાલાઃ 3 સ્ટાર્સ

આજતકઃ 3 સ્ટાર્સ

એબીપી લાઇવઃ 2.5 સ્ટાર્સ

NDTV: 1.5 સ્ટાર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp