આદિલ સામે ઈરાની યુવતીએ નોંધાવી FIR, કહ્યું- ઈન્ટીમેટ ફોટા લીક કરવાની ધમકી આપી...

એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ રાખીએ આદિલ પર મારપીટ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન, આદિલ ખાન વિરુદ્ધ રેપનો કેસ નોંધવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે ઈરાનની એક વિદ્યાર્થીનીએ આદિલ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે.

રાખી સાવંતના પતિ આદિલ ખાન વિરુદ્ધ મૈસૂરમાં FIR નોંધવામાં આવી છે. ઈરાની વિદ્યાર્થીનીએ મૈસૂરના VV પુરમ પોલીસ સ્ટેશનમાં આદિલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. આદિલ વિરુદ્ધ IPCની કલમ 376, 417,420, 504 અને 506 હેઠળ FIR નોંધવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈરાનથી એક વિદ્યાર્થીની મૈસૂરમાં ડોક્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કરવા ભારત આવી હતી. તે છોકરી આદિલ ખાનને ડેઝર્ટ લેબ ફૂડ અડ્ડા ખાતે મળી હતી. આદિલ તે ફૂડ આઉટલેટનો માલિક હતો. ધીરે ધીરે બંનેની નિકટતા ઘણી વધી ગઈ હતી.

ફરિયાદ અનુસાર, ઈરાની વિદ્યાર્થીએ આદિલ પર મૈસૂરના એક એપાર્ટમેન્ટમાં જ્યાં તેઓ સાથે રહેતા હતા ત્યાં લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ, ઈરાની યુવતીએ 5 મહિના પહેલા જ્યારે આદિલ સાથે લગ્ન કરવાની માંગ કરી તો તેણે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો અને કહ્યું કે, તેના જેવી ઘણી છોકરીઓ સાથે તેના આ પ્રકારના સંબંધો છે.

જ્યારે યુવતીએ આદિલને ધમકી આપી કે, તે પોલીસ ફરિયાદ કરવા જઈ રહી છે, ત્યારે તેણે તેને બે મોબાઈલ નંબર પરથી સ્નેપચેટ પર યુવતીની કેટલીક ઈન્ટિમેટ તસવીરો મોકલી હતી. યુવતીએ ફરિયાદમાં બંને ફોન નંબરનો પણ ઉલ્લેખ કર્યો છે. આદિલે યુવતીને ધમકી આપી હતી કે, તે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે અને તેના માતા-પિતાને પણ મોકલી દેશે. તેણે ધમકી પણ આપી હતી કે, જો યુવતી તેની સામે કોઈ ફરિયાદ કરશે તો તે તેને મારી નાંખશે.

રાખી સાવંતે પણ આદિલ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. રાખીનો દાવો છે કે, આદિલ તેની સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. તેને નિર્દયતાથી મારતો હતો. રાખીએ આદિલ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે, આદિલના અન્ય ઘણી છોકરીઓ સાથે અફેર છે. રાખીની ફરિયાદ બાદ આદિલને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. હવે આદિલ સામે બળાત્કારનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.