
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર દબદબો યથાવત રહ્યો છે. શરૂઆતના વીકએન્ડમાં રેકોર્ડ તોડ કલેક્શન કર્યા પછી, પઠાણના પ્રથમ સોમવારના બિઝનેસ અંગે પ્રારંભિક વલણો આવ્યા છે. પઠાણે ખૂબ જ ઝડપથી 300 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મે સોમવારે લગભગ 25 કરોડનો બિઝનેસ કર્યો હતો.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પઠાણના 6ઠ્ઠા દિવસે ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન શેર કર્યું છે. તેમનો અંદાજ છે કે, પઠાણે છઠ્ઠા દિવસે 25 કરોડની કમાણી કરી છે અને 300 કરોડનું નેટ ઈન્ડિયા કલેક્શન કર્યું છે. પઠાણે પહેલા સોમવારે ડબલ ડિજિટમાં કમાણી કરી છે. જો કે, રવિવારની સરખામણીમાં પઠાણની કમાણીમાં ચોક્કસપણે મોટો ઘટાડો થયો છે. પરંતુ આ ઘટાડો અનિવાર્ય હતો. ફિલ્મને રવિવારની રજાનો લાભ મળ્યો. જેના કારણે થિયેટરોમાં ભરચક પઠાણ શો ચલાવવામાં આવ્યા હતા. ફિલ્મે રવિવારે ભારતમાં કુલ 60.75 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ કમાણીમાં પઠાણનું હિન્દી કલેક્શન 58.5 કરોડ હતું.
પઠાણના કલેક્શનમાં પહેલાથી જ ઘટાડો થવાની ધારણા હતી. કોઈપણ રીતે, કામકાજના દિવસોમાં ફિલ્મોની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં પઠાણ બોક્સ ઓફિસ પર મક્કમતાથી યથાવત છે. આ પહેલું અઠવાડિયું ફિલ્મ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. પઠાણે માત્ર 6 દિવસમાં 300 કરોડનું શાનદાર કલેક્શન પાર કરી લીધું છે. કિંગ ખાન માટે પઠાણ તેની કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આખા દેશમાં માત્ર પઠાણ-પઠાણ જ ગુંજી રહ્યું છે. ફિલ્મ પ્રેમીઓ અને કિંગ ખાનના ચાહકો માટે આ ફિલ્મ કોઈ સેલિબ્રેશનથી ઓછી નથી. પઠાણે નિર્જીવ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પ્રાણ ફૂંક્યા છે. પઠાણ પોતાની રોજની કમાણીથી ઈતિહાસ રચી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પઠાણની કમાણીનો આ નોનસ્ટોપ સીરિઝ બીજા સપ્તાહના અંત સુધી આ રીતે ચાલુ રહેશે.
પઠાણે 300 કરોડની કમાણી કરી હતી, પરંતુ છઠ્ઠા દિવસના કલેક્શનમાં આ ફિલ્મ ઘણી મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડી શકી નથી. પહેલા સોમવારે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બાહુબલી 2 હિન્દીના નામે છે. તેણે 40.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. પઠાણ આ લિસ્ટમાં KGF 2, સંજુ, દંગલથી પાછળ છે.
પહેલા સોમવારે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મો: બાહુબલી 2- 40.25 કરોડ, ટાઈગર ઝિંદા હૈ- 36.54 કરોડ, હાઉસફુલ 4- 34.56 કરોડ, ક્રિશ 3- 33.41 કરોડ, બજરંગી ભાઈજાન- 27.05 કરોડ, KGF 2- 25.57 કરોડ, સંજુ- 25.35 કરોડ. દંગલ- 25.14 કરોડ, પઠાણ- 25 કરોડ.
#Pathaan early estimates for Day 6 All-India Nett would be ₹ 25 Crs..
— Ramesh Bala (@rameshlaus) January 31, 2023
Will cross ₹ 300 Crs Nett..
કઈ વાંધો નહીં, પહેલા સોમવારે પઠાણની કમાણીમાં ઘટાડો થયો તો એમાં શું થયું, ફિલ્મે અત્યાર સુધીમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. 4 વર્ષ પછી કિંગ ખાને બોક્સ ઓફિસ પર કમબેક કર્યું છે. પઠાણ એક મોટા વાવાજોડાની જેમ પૈસા એકઠા કરી રહી છે. ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ જબરદસ્ત કમાણી કરી રહી છે. પઠાણે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 600 કરોડનું કલેક્શન કર્યું છે. કમાણીના આ જાદુઈ આંકડાઓને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે, કિંગ ખાન અસલમાં બોક્સ ઓફિસનો કિંગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp