26th January selfie contest

માતાની સારવારથી લઇને લગ્ન બચાવવા સુધી, સલમાને રાખીને આટલી મદદ કરી

PC: hindi.latestly.com

બોલીવુડ અભિનેતા સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં આમ તો ભાઇજાન તરીકે નથી ઓળખાતો. તે ઘણી વખત લોકોની ભાઇજાન તરીકે મદદ પણ કરતો નજરે પડે છે. તેણે એક્ટ્રેસ રાખી સાવંતની પણ ખૂબ મદદ કરી છે. રાખી સલમાન ખાનને પોતાનો ભાઇ માને છે. જ્યારે પણ રાખી મુશ્કેલીમાં હોય છે, તે હંમેશા સલમાન ખાનને યાદ કરે છે. હાલમાં જ, રાખીના માતાનું નિધન થયું છે અને આ દરમિયાન પણ તે સલમાન ખાનને યાદ કરીને રડતી નજરે પડી.

સલમાન ખાને ઘણી વખત રાખી સાવંતને મદદ કરી છે, જેના વિશે એક્ટ્રેસ ખુલીને વાત કરે છે. તો આવો જાણીએ કે, સલમાન ખાને રાખીને ક્યારે અને કેવી રીતે મદદ કરી છે. જ્યારે રાખી સાવંત બિગ બોસ 14માં આવી હતી, ત્યારે તેને ખબર પડી હતી કે, તેની માતા બીમાર છે. બહાર આવ્યા બાદ તેને ખબર પડી કે, તેની માતાને કેન્સર થયું છે અને પછી સલમાન ખાને તેની માતાની સારવારમાં મદદ કરી હતી. એક્ટ્રેસે પોતે તેની જાણકારી લોકોને આપી હતી.

રાખી સાવંત રિતેશ નામના વ્યક્તિ સાથે ગુપચુપ કરેલા લગ્નને લઇને ખૂબ ચર્ચામાં રહી હતી. તે બિગ બોસ 15માં પોતાના પતિ રિતેશ સાથે પણ નજરે પડી હતી. આ દરમિયાન કેટલીક વખત રિતેશે રાખી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને પછી સલમાન ખાને એક્ટ્રેસને સમજાવી હતી અને રિતેશને પણ ફટકાર લગાવી હતી.

રાખી સાવંત બિગ બોસની કેટલીક સીઝનમાં નજરે પડી ચૂકી છે. તે બિગ બોસ 16માં પણ નજરે પડી હતી. જોકે, આવું તે હિંદી બિગ બોસની જગ્યા પર બિગ બોસ મરાઠી સીઝન 4માં નજરે પડી. બિગ બોસમાંથી બહાર નીકળ્યા બાદ રાખીએ સલમાન ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે, તેણે બિગ બોસ મરાઠીમાં તેની એન્ટ્રી કરાવી હતી.

થોડા સમય પહેલા રાખી સાવંતે પોતાના અચાનક કરેલા લગ્નનું એનાઉન્સમેન્ટ કરીને દરેકને ચોંકાવી દીધા હતા. રાખી સાવંતે કહ્યું હતું કે, તેણે સાત મહિના પહેલા આદિલ ખાન સાથે લગ્ન કરી લીધા છે. તેના માટે એક્ટ્રેસે ધર્મ અને નામ પણ બદલી લીધો હતો. રાખી સાવંતે જ્યાં દરેકને પોતાના લગ્નની ખબરથી હેરાન કરી દીધા હતા, ત્યાં જ તેના પતિ આદિલ ખાન તેને એક્સેપ્ટ ન હોતો કરી રહ્યો. ત્યારે રાખી સાવંતે ખુલાસો કર્યો હતો કે, સલમાન ખાને તેના લગ્ન બચાવ્યા છે. રાખી સાવંતનું કહેવું છે કે, સલમાન ભાઇએ આદિલ ખાન સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેને સમજાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp