'ગદર-2'એ ઈતિહાસ રચી દીધો, 15 ઓગસ્ટે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની,જાણો કલેક્શન

PC: ndtv.com

સની દેઓલની ફિલ્મે બોક્સઓફિસ પર ગદર મચાવી. ફિલ્મે બોક્સઓફિસ પર રેકોર્ડ કમાણી કરી છે. પણ પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન નોંધ્યું, તે ક્રિટિક્સની કલ્પનાથી પરે છે. સ્વતંત્રતા દિવસના અવસરે સની દેઓલની આ ફિલ્મે ધમાકેદાર કલેક્શન કર્યું છે. ફિલ્મે 55 કરોડનું વિસ્ફોટક કલેક્શન કર્યું છે.

સની દેઓલની ફિલ્મ ગદર-2એ 15 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો. પાંચ દિવસમાં ફિલ્મનું ટોટલ કલેક્શન 250 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આ ફિલ્મે સ્વતંત્રતા દિવસના રોજ 55 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મે પાંચમા દિવસે સૌથી વધારે કમાણી કરી છે. શુક્રવારે 40 કરોડના આંકડાથી ખાતું ખોલ્યા પછી ફિલ્મે બીજા દિવસે 43.08 કરોડનું કલેક્શન કર્યું. ત્રીજા દિવસે રવિવારે ફિલ્મે 51.7 કરોડ રૂપિયાની કમાણી કરી. તો ચોથા દિવસની કમાણી 38.7 કરોડ રહી. ફિલ્મે પાંચમા દિવસે લગભગ 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આની સાથે જ ફિલ્મનું પાંચ દિવસનું કુલ કલેક્શન 228 કરોડનું થયું છે.

અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2એ જેટલી કમાણી કુલ ચાર દિવસમાં કરી છે. એટલી લગભગ ગદર-2એ માત્ર પાંચમા દિવસે કરી છે. સની દેઓલની ફિલ્મે 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરી લીધો છે. 22 વર્ષ પછી આવનાર સનીની આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. સનીની આ ફિલ્મ સૌથી ઝડપથી 200 કરોડ કમાનારી ફિલ્મમાં સામેલ થઇ છે. અન્ય બ્લોકબસ્ટર ફિલ્મની તુલના કરીએ તો પઠાણે 4 દિવસમાં 212.5 કરોડ, કેજીએફ-2(હિંદી)એ 5 દિવસમાં 229 કરોડનું કલેક્શન કર્યું હતું. તો બાહુબલી 2એ 6 દિવસોમાં 224 કરોડની કમાણી કરી હતી. ગદર-2નું પાંચ દિવસનું કુલ કલેક્શન 228 કરોડની આસપાસનું છે.

પાંચ દિવસ પછી પણ ગદર-2નો ક્રેઝ લોકો પર છવાયો છે. સની દેઓલની ફિલ્મે ફર્સ્ટ મંડે ટેસ્ટ ફ્લાઈંગ નંબર્સની સાથે પાસ કરી. ચોથા દિવસની કમાણી 38.7 કરોડ રહી. ધમાકેદાર બોક્સઓફિસ કલેક્શન કેવું હોય છે તે ગદર-2ના પાંચમા દિવસના બિઝનેસે સાબિત કરી દેખાડ્યું.

અક્ષય કુમારની ફિલ્મ OMG-2 સની દેઓલની ફિલ્મની સામે કમાણીના મામલામાં ફીકી પડી છે. અક્ષયની ફિલ્મે પહેલા દિવસે 10.26 કરોડ, બીજા દિવસે 15.30 કરોડ, ત્રીજા દિવસે 17.55 કરોડ અને ચોથા દિવસે 12.06 કરોડનું કલેક્શન કર્યું હતું. એવામાં ચાર દિવસની કુલ કમાણી 55.17 કરોડ રૂપિયા રહી. તો સ્વતંત્રતા દિવસના રોજ અક્ષયની ફિલ્મે લગભગ 18.50 કરોડની કમાણી કરી. એટલે કે પાંચ દિવસનું ફિલ્મનું ટોટલ કલેક્શન 73.67 કરોડ રૂપિયા રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp