'ગદર-2' જોવા લોકોની ભીડ, ડિરેક્ટર વીડિયો શેર કરી લખ્યું- જૂના દિવસોની યાદ આવી ગઈ

PC: thelallantop.com

સની દેઓલની ફિલ્મ ગદર-2 ગયા શુક્રવારે રીલિઝ થઇ. ફિલ્મને દર્શકોનો ધારવા કરતા વધુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મને જોવા લોકોની ભીડ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર તેના ઘણાં વીડિયો વાયરલ થયા છે. જેમાં લોકો ફિલ્મને કોઇ તહેવારની જેમ સેલિબ્રેટ કરી રહ્યા છે. હિંદી ફિલ્મોના કેસમાં આ છેલ્લે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં જોવા મળ્યું હતું.

2023માં રીલિઝ થયેલી ફિલ્મોમાં ગદર-2 પઠાણ પછી સૌથી મોટી ઓપનિંગ મેળવનારી બીજી હિંદી ફિલ્મ બની છે. લોકો સિનેમાઘરોમાં નાચતા ગાતા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આવો જ એક વીડિયો ગદર-2 ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સુધી પહોંચ્યો. ટ્વીટર પર ડિરેક્ટરે એક વીડિયો શેર કર્યો છે. જેમાં ગદર-2 ફિલ્મ ચલાવનારા સિનેમાઘરોની બહાર લોકોની લાંભી ભીડ જોવા મળી રહી છે.

અનિલ શર્માએ વીડિયો શેર કરતા લખ્યું કે, જૂના દિવસોની યાદ આવી ગઇ. આવા પ્રકારનો જ ઉત્સવ થતો હતો સિનેમાઘરોની સામે. હુકૂમત, તહલકા, એલાન-એ-જંગ અને ગદર આવું મારી ઘણી ફિલ્મોની રીલિઝ દરમિયાન થયું છે. હું ભગવાનનો આભારી છું. હવે ગદર-2એ દર્શકો વચ્ચે ખરી ગદર મચાવી છે.

એક મીડિયા હાઉસના ફિલ્મ જર્નલિસ્ટે આ ફિલ્મને લઇ કહ્યું કે, બોલો ગદર-2. બોલો OMG-2. તમે ગેઇટી ગેલેક્સી સિનેમાની બહાર આ શબ્દો સાંભળી શકો છો. આ બંને ફિલ્મોના હાઉસફુલ શો ચાલી રહ્યા છે. 400-500 રૂપિયામાં બ્લેકમાં ટિકિટ વેચાઇ રહી છે.

70 અને 80ના દાયકામાં સાંભળવામાં આવતું કે ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાતી હતી. આ જ કારનામો ગદર-2એ કરી બતાવ્યો છે. ફિલ્મના ક્રેઝને નફામાં ફેરવવા લોકો બ્લેકમાં ટિકિટ વેચી રહ્યા છે અને તે વેચાઇ પણ રહી છે. ફિલ્મના રિસ્પોન્સથી જોડાયેલ વધુ એક વીડિયો વાયરલ છે. સાહિલ નામના યૂઝરે તેને શેર કર્યો છે. જેમાં લોકો થિયેટરમાં નાચી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp