ચર્ચામાં ફિલ્મ 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ', કોણ છે મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા?

PC: news18.com

હિન્દી સિનેમાના જાણીતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષી નવ વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે. ફિલ્મનું નામ છે 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ'. આટલું જ નહીં આ ફિલ્મથી તેની પુત્રી તનિષા સંતોષી પણ બોલિવૂડની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરની તે બેસ્ટ ફ્રેન્ડ છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેને કિયારા અડવાણીની હમશક્લ કહેવામાં આવે છે. હવે વાત કરીએ ફિલ્મની.

'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ' ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ફિલ્મ મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેની વિચારધારા પર આ આધારિત છે. આ ફિલ્મ ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ માટે તૈયાર છે. 2 જાન્યુઆરીએ તેનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું હતું, જેનો રિસ્પોન્સ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ માત્ર મહાત્મા ગાંધી અને ગોડસે વચ્ચેની દુશ્મનીની ચર્ચા થઈ રહી છે.

કેવી રીતે મહાત્મા ગાંધી પર ગોડસેએ હુમલો કર્યો, પરંતુ તેઓ બચી ગયા. બાદમાં બંનેની મુલાકાત જેલમાં થઈ હતી. અને પછી વાતચીત બાદ બંને વચ્ચે જે થયું તે ઈતિહાસ બની ગયું. ફિલ્મનું ટીઝર મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસે વચ્ચેની થનારી ઘટનાઓ પર આધારિત છે.

મહાત્મા ગાંધીની ભૂમિકા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અને અભિનેતા દીપક અંતાણી ભજવવાના છે.તો નાથુરામ ગોડસેની ભૂમિકા પ્રખ્યાત અભિનેતા ચિન્મય માંડલેકર ભજવી રહ્યો છે. બંને પોતાના કામમાં નિષ્ણાત છે. દીપક સાથે બીજી એક વાત એ છે કે તે ડાયરેક્ટર હોવા ઉપરાંત તે એક સારો એક્ટર પણ છે.

દીપક અંતાણી છેલ્લા 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તે ટીવી સિરિયલો, ફીચર ફિલ્મો, ટેલિ-ફિલ્મ્સ, નાટકો અને એડ ફિલ્મોના શૂટિંગ માટે જાણીતો છે. તે માત્ર ડાયરેક્ટર જ નહીં અભિનયમાં પણ ખૂબ જ સારો છે. તેણે વોઈસઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. આ પહેલા લગભગ 20 વર્ષ સુધી તે ઈવેન્ટ ડાયરેક્શનમાં એક્ટિવ હતો. દીપક અંતાણીએ થિયેટર અને નાટક ઉપરાંત કેટલીક ફિલ્મોમાં મહાત્મા ગાંધીની ભૂમિકા પણ ભજવી છે. 'ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ (2019)' અને 'લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ (2022)'માં, તેમનું નામ મહાત્મા ગાંધીની ભૂમિકા સૌથી વધુ વખત ભજવવા માટે નોંધવામાં આવ્યું છે.

ચિન્મય માંડલેકર અભિનેતા હોવા ઉપરાંત લેખક અને સ્ટેજ ડાયરેક્ટર પણ છે. હિન્દી સિનેમામાં તેણે વર્ષ 2010માં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ મોટાભાગે તે મરાઠી સિનેમામાં સક્રિય છે. છેલ્લે ચિન્મય માંડલેકરને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે ટીવીમાં પણ થોડો એક્ટિવ રહ્યો છે. તે 'ક્રાઈમ પેટ્રોલ'માં સિનિયર ઈન્સ્પેક્ટર તરીકે જોવા મળ્યો છે. આ વખતે ચિન્મય રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ગોંધી ગોડસેઃ એક યુદ્ધ'માં જોવા મળશે.

ફિલ્મના મ્યૂઝિકની વાત કરીએ તો તેને એઆર રહેમાને આપ્યું છે. મનીલા સંતોષીએ તેને પ્રોડ્યુસ કર્યું છે. ડાયરેક્ટ રાજકુમાર સંતોષીએ સંભાળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp