ગૌરીએ શાહરૂખને 'હિન્દુ બતાવવા' ઘરે અભિનવ નામ કહેલુ,તો પણ લગ્નની મંજૂરી નહોતી મળી

ગૌરી ખાન અને શાહરૂખ ખાનની જોડી ચાહકોની પસંદ છે. બંને 30 વર્ષથી સાથે છે. છેલ્લા 30 વર્ષોમાં આ દંપતીએ સાથે મળીને સફળતાના શિખરોને સ્પર્શ્યા અને ઘણા ખરાબ દિવસો પણ જોયા. પણ ક્યારેય એકબીજાનો હાથ છોડ્યો નથી. જોકે ગૌરીને શાહરૂખ ખાન સાથે લગ્ન કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક સમય એવો હતો જ્યારે તેના માતા-પિતા શાહરૂખ સાથે તેના લગ્ન માટે તૈયાર નહોતા. ગૌરી ખાને તેના એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી.

વર્ષ 2008માં, ગૌરીએ ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાના શો 'ફર્સ્ટ લેડીઝ'માં આ કિસ્સો સંભળાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તેના માતા-પિતાને શાહરૂખ સાથેના તેના આંતર-ધર્મ લગ્ન સામે વાંધો હતો. જ્યારે ગૌરીએ શાહરૂખ સાથે લગ્ન કર્યા ત્યારે તે 21 વર્ષની હતી અને કિંગ ખાન 26 વર્ષનો હતો. તે કહે છે કે, આવી સ્થિતિમાં શાહરૂખને તેની માતા અને પિતાની સામે 'હિંદુ' બતાવવા માટે તેણે તેનું નામ અભિનવ રાખ્યું હતું.

ગૌરીએ કહ્યું, 'અમે ઘણા નાના હતા. લગ્નનો નિર્ણય લેવો મુશ્કેલ હતો અને તે પણ એવા વ્યક્તિ સાથે જે ફિલ્મોમાં કામ કરવા જઈ રહ્યો હતો અને બીજા ધર્મનો હતો. અમે તેનું નામ અભિનવ રાખ્યું જેથી મારા માતા-પિતાને લાગે કે તે હિંદુ છોકરો છે. પરંતુ તે ખૂબ જ મૂર્ખ અને બાલિશ કૃત્ય હતું.'

શાહરૂખ ખાન અને ગૌરી ખાને લગ્નના થોડા વર્ષો પહેલા એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેને ત્રણ બાળકો છે- આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન. જ્યારે ગૌરીએ આ ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે અબરામનો જન્મ થયો ન હતો. વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, તેના બાળકો બંને ધર્મના તહેવારો ઉજવે છે, જે તેના બાળકો માટે ખૂબ સરસ છે.

તેણે કહ્યું હતું કે, 'જ્યારે દિવાળી હોય છે ત્યારે હું પૂજા કરું છું અને મારો પરિવાર મને અનુસરે છે, અને શાહરૂખ ઈદ પર પ્રાર્થના કરે છે અને અમે તેને અનુસરીએ છીએ. મને લાગે છે કે આ બધું ખૂબ જ સુંદર છે અને મારા બાળકોએ તેને અપનાવ્યું છે. મારા બાળકો વાસ્તવમાં શાહરૂખની વાતો વધુ સાંભળે છે. દિવાળી, ઈદ બધું જ તેમના માટે સારું છે.

વર્ષ 2013માં આઉટલુક ટર્નિંગ પોઈન્ટ દરમિયાન શાહરૂખ ખાને પોતાના બાળકોના ધર્મ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'આ વાત હંમેશા મારા બંને બાળકોને મૂંઝવશે. ક્યારેક તેઓ મને પૂછે છે કે તેમનો ધર્મ શું છે. સારી હિન્દી ફિલ્મના હીરોની જેમ, હું તેની સામે ફિલોસોફીની વાતો કરતો હોવ છું. હું કહું છું કે, તમે પહેલા ભારતીય છો અને તમારો ધર્મ માનવતા છે. અથવા હું ગંગનમ શૈલીમાં ગાઉં છું- 'તુ હિન્દુ બનેગા, ના મુસલમાન બનેગા- ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા.'

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.