ગંદી બાત ફેઇમ ગેહના વશિષ્ઠે ઇસ્લામ સ્વીકારી ચૂપચાપ કરી લીધા નિકાહ

PC: twitter.com

‘ગંદી બાત’ ફેમ ગહન વશિષ્ઠ ફરી એક વખત ચર્ચાનો વિષય બની ગઈ છે. આ સમયે ચર્ચા હાંસલ કરવાનું કારણ કોઈ પ્રોજેક્ટ નથી, પરંતુ તેની અંગત જિંદગી છે. ગેહના વશિષ્ઠે ફૈજાન અન્સારી સાથે લગ્ન કરી લીધા છે. હવે તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ગેહના વશિષ્ઠ છેલ્લા ઘણા સમયથી ફૈજાન અન્સારી સાથે રિલેશનશીપમાં હતી. હવે તેણે લગ્ન કરીને પોતાની અંગત જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે.

જો કે, બંનેએ અત્યાર સુધી પોતાના લગ્નને સત્તાવાર કર્યા નથી, પરંતુ બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગેહના વશિષ્ઠે ઈસ્લામિક રીત-રિવાજોથી ફૈજાન સાથે લગ્ન કરી લીધા છે. તેનું નામ એક વખત પહેલા પણ ખૂબ ચર્ચામાં રહી ચૂક્યું છે. ગેહના વશિષ્ઠ, રાજ કુંદ્રાના અશ્લીલ કન્ટેન્ટ બનાવવાના કેસમાં સામેલ હતી. તે આ સમયે બેલ પર છે. તો ગહન વશિષ્ઠનો પતિ ફૈજાન અન્સારીની વાત કરીએ તો સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર છે અને એક એક્ટર પણ છે. ફૈજાન હાલમાં જ અમેઝોન મિની તવી રિયાલિટી શૉ ‘બાજી’માં નજરે પડ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

ગેહના વશિષ્ઠને શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના અશ્લીલ કન્ટેન્ટવાળી ફિલ્મોને શૂટ કરવા અને તેમને પ્રસારિત કરવાના કેસમાં મુંબઈ પોલીસ ધરપકડ કરી હતી. ગહન વશિષ્ઠે રાજ કુંદ્રાનું સમર્થન કર્યું હતું, તેણે રાજ કુંદ્રાની એપ માટે બનાવવામાં આવેલી 3 ફિલ્મોમાં કામ કર્યું હતું.

એક્ટ્રેસે કહ્યું હતું કે, કામુક કન્ટેન્ટ અશ્લીલ ફિલ્મોથી અલગ હતી. ઉલ્લેખનીય છે કે, ગેહના વશિષ્ઠનું અસલી નામ વંદના તિવારી છે. પોર્ન રેકેટ કેસમાં વર્ષ 2001માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

રિપોર્ટ્સ મુજબ, તેના પર ત્રણ અન્ય પુરુષો સાથે મળીને ગેંગરેપના પણ આરોપ છે. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, ગેહના વશિષ્ઠ અને 3 અન્ય લોકોએ મળીને તેને બળજબરીપૂર્વક પોર્ન ફિલ્મ શૂટ કરવાને લઈને મજબૂર કરી હતી. આ વાત પર સફાઇ આપતા ગહન વશિષ્ઠે કહ્યું હતું કે, બોલ્ડ અને ઇરોટિક ફિલ્મો પોર્નનો હિસ્સો હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp