આર.બાલ્કીએ બનાવેલી અભિષેક અને સૈયામીની ફિલ્મ 'ઘૂમર' જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

PC: filmcompanion.com

‘જિંદગી જ્યારે મોઢા પર દરવાજો બંધ કરે છે ત્યારે તેને ખોલવો નહીં પણ તોડવો પડે છે...’ ઘૂમર ફિલ્મમાં પૂર્વ ક્રિકેટર પદમ સિંહ સોઢીનું પાત્ર ભજવનારા અભિષેક બચ્ચને આ વાત અનીનાના રોલમાં જોવા મળી રહેલી સૈયામી ખેરને કહી છે. ફિલ્મનો આ સંવાદ સીધો દિલ પર લાગી આવે છે અને આપણે તેની સાથે કનેક્ટ કરી શકીએ છીએ.

સ્ટોરી

ઘૂમર ફિલ્મની સ્ટોરી સૈયામી ખેરના પાત્ર અનીનાની આસપાસ ફરે છે. જે એક ઉભરતી બેટ્સમેન છે અને તે ભારત માટે રમવા માગે છે. નસીબ પણ તેનો સાથ આપે છે અને તેનું સિલેક્શન ભારતીય ટીમમાં થઇ જાય છે. ત્યારે જ તેના જીવનમાં એક એવી ઘટના બને છે જેનાથી બધુ બદલાઇ જાય છે. એક અકસ્માતમાં અનીના તેનો જમણો હાથ ગુમાવી બેસે છે. તેના સપના વિખેરાઇ જાય છે. ત્યાર બાદ અનીનાની મુલાકાત અભિષેકના પાત્ર પદમ સિંહ સાથે થાય છે. જે એક પૂર્વ ક્રિકેટર છે. પદમ સિંહનું પાત્ર ઘણું સ્ટ્રીક્ટ હોય છે. તે અનીનાને બેટ્સમેનમાંથી સ્પિનર બનાવવામાં મદદ કરે છે.

અભિનય

એક કોચના રૂપમાં અભિષેકે ખૂબ જ પ્રામાણિકતાથી પાત્ર ભજવ્યું છે. તે તેના રોલને પૂરતો ન્યાય આપે છે. તેને આ પાત્ર ઘણું શોભે છે. દરેક ફ્રેમમાં તે દર્શકોને પોતાના અભિનયથી બાંધી રાખે છે. તો અનીનાના પાત્રમાં સૈયામી પણ સારી લાગે છે. સેકન્ડ હાફમાં તે વધારે મજબૂતીથી પોતાનો રોલ ભજવતા જોવા મળે છે.

અનીનાના બોયફ્રેન્ડના પાત્રમાં અંગદ બેદી છે. તો અનીનાની દાદીના રોલમાં શબાના આઝમી બધાનું દિલ જીતી લે છે. તો અમિતાભ બચ્ચન ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળે છે.

‘પા’ ફિલ્મ બનાવનારા આર બાલ્કીએ આ ફિલ્મનું નિરર્દેશન કર્યું છે. બાલ્કીએ ફિલ્મની સામાન્ય સ્ટોરીને પણ એક રસપ્રદ રીતે રજૂ કરી છે. ફિલ્મનો સેકન્ડ હાફ જરા ખેંચાયેલો રહ્યો. ક્લાઇમેક્સ તમને પસંદ પડશે.

 
 
 
View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan)

ફિલ્મ જોવી કે નહીં

ડિરેક્ટર આર બાલ્કીની ફિલ્મ ‘ઘૂમર’ એક સ્પોર્ટ ડ્રામા છે. આ ફિલ્મની સ્ટોરી દિલ જીતી લે એવી છે. જેને દર્શકો માણી શકે છે. ફિલ્મ ઘણી પ્રેરિત પણ કરે છે અને દર્શકોમાં એક નવો જુસ્સો પણ પેદા કરશે. સાથે જ ઈમોશનલ પણ કરશે. જો તમને સ્પોર્ટ્સ ડ્રામા આધારિત ફિલ્મો પસંદ છે તો આને એકવાર જરૂર જોવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp