100 કરોડમાં વેચાઇ ગયો રાજ કપૂરનો બંગલો, જાણો કપૂર ખાનદાનની પ્રોપર્ટીઓ વિશે

PC: indianexpress.com

બોલિવુડના ‘શૉ મેન’ કહેવાતા એક્ટર અને પ્રોડ્યુસર રાજ કપૂર પોતાની પાછળ ઘણી યાદો છોડીને ગયા છે. તેમાં માત્ર ફિલ્મો જ નહીં, પ્રોપર્ટી પણ સામેલ છે, પરંતુ વર્ષ દર વર્ષ તેમની યાદો મટતી જઇ રહી છે. થોડા વર્ષો અગાઉ તેમનો આર.કે. સ્ટૂડિયો વેચાઇ ગયો હતો. આ એ જગ્યા છે, જ્યાં ઘણી ફિલ્મોની શૂટિંગ થઇ હતી. આર.કે. સ્ટૂડિયો બાદ હવે ગોદરેજ ગ્રુપે તેમના ચેમ્બુરવાળો બંગલો પણ ખરીદી લીધો છે. હવે આ બંગલાની જગ્યાએ ત્યાં પ્રીમિયર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનશે.

રાજ કપૂર પોતાના ખાનદાન માટે અન્ય પણ ઘણી પ્રોપર્ટી છોડી ગયા, જેની કિંમત કરોડોમાં છે. રિપોર્ટ્સ મુજબ, રાજ કપૂરનો આ બંગલો લગભગ 1 એકરમાં ફેલાયેલો હતો. તે મુંબઇમાં દેવનાર ફાર્મ રોડ પર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ પાસે સ્થિત છે. આ એરિયા સૌથી પ્રીમિયમ રેસિડેન્શિયલ વિસ્તારમાંથી એક કહેવામાં આવે છે. આ કારણે અહી હવે પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ થશે. આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

આર.કે. સ્ટુડયો:

રાજ કપૂરે કદાચ પોતાના બાળકો માટે સૌથી મોટો વારસો છોડ્યો હતો. મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં એક એકરમાં બનેલી આઇકોનિક બિલ્ડિંગ, જેને બધા આર.કે. સ્ટૂડિયોઝ નામથી ઓળખાતા હતા. તેમાં બોલિવુડની ઘણી યાદગાર ફિલ્મો જેમ કે, ‘શ્રી 420’ થી લઇને ‘બોબી’ સુધીની શૂટિંગ થઇ હતી. કહેવામાં આવે છે કે તેની કિંમત 500 કરોડ રૂપિયાથી વધુ હતી. કપૂર ફેમિલીએ વર્ષ 2018માં આ જમીન ગોદરેજ પ્રોપર્ટીઝને વેચી દીધી હતી કેમ કે તેઓ ચલાવવા કે મેન્ટેન રાખવામાં અસમર્થ હતા.

આર.કે. કોટેજ:

તે આર.કે. સ્ટૂડિયોની બરાબર પાછળ સ્થિત છે. લગભગ 3,000 સ્ક્વેર ફૂટના કોટેજમાં વર્ષ 1946થી રાજ કપૂર, તેમના પત્ની કૃષ્ણા રાજ કપૂર અને તેમના બાળકો રહેતા હતા. ઋષિ કપૂર અને નીતુથી લઇને કરિશ્મા કપૂર અને સંજય સુધીની આ કોટેજમાં ઘણા લગ્ન અને રિસેપ્શન પાર્ટીઓ થઇ હતી. જો કે, આ સંપત્તિને 13 વર્ષ અગાઉ રાજ કપૂરના પત્ની અને દીકરીની મરજી વિરુદ્ધ વેચાણ માટે રાખવામાં આવી હતી. એ સમયે તેની અંદાજિત કિંમત 30 કરોડ રૂપિયા હતી. બિલ્ડર તેને એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં બદલવા માગતા હતા.

રાજબાગ ફાર્મહાઉસ:

બેઝકિંમતી સંપત્તિનો વધુ એક ટુકડો, જેને રાજ કપૂર પોતાના પરિવાર માટે છોડી ગયા છે. તે પૂણેમાં છે, રાજ કપૂર મેમોરિયલની બરાબર બાજુમાં. રાજબાગ અત્યારે પણ આંશિક રૂપે કપૂર ફેમિલીના સ્વામિત્વમાં માનવામાં આવે છે, જે મોટા ભાગે બંગલા પર આવે છે.

એમ્બેસેડર કારોનો કાફલો:

એ સમયમાં કારથી ટ્રાવેલ કરવાનું લક્ઝરી માનવામાં આવતું હતું અને એક સમૃદ્વ પરિવારમાંથી આવવા છતા રાજ કપૂર તેને અફોર્ડ કરી શકતા નહોતા. જો કે, તેમણે એ બધુ બદલી દીધું અને કારોના કાફલાના માલિક બની ગયા. ખાસ કરીને એમ્બેસેડર કારો, જે એ સમયની ચલણ હતી અને તેમની અંગત પસંદગીની પણ. તેમણે ન માત્ર પોતાના માટે એમ્બેસેડર કાર ખરીદી, પરંતુ મિત્રોને પણ ગિફ્ટ આપી. તેમણે બોક્સ ઓફિસ પર ‘બોબી’ની સફળતા બાદ ઘણા મિત્રોને એમ્બેસેડર કાર ગિફ્ટમાં આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp