ગુફી પેન્ટલ એક્ટર બનતા પહેલા હતા એન્જિનિયર, સેનામાં જોડાયા, ચાઇના સાથે વોરમાં..

B.R. ચોપરાના TV શો 'મહાભારત'માં શકુની માની ભૂમિકા ભજવનાર એક્ટર ગૂફી પેન્ટલનું સોમવારે નિધન થયું છે. તેઓ વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. ગૂફી પેન્ટલ 79 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. અભિનેતાના પરિવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, 'ઘણા દુખ સાથે અમે અમારા પિતા ગૂફી પેન્ટલ (શકુની મામા)ના નિધનની જાણ કરીએ છીએ. આજે સવારે તેમનું નિધન થયું હતું.' ગૂફી પેન્ટલના અવસાન બાદ તેમના ભત્રીજા હિતેન પેંટલે કહ્યું હતું કે 'તે ખૂબ જ દુઃખદ છે કે તે હવે અમારી વચ્ચે નથી. હોસ્પિટલમાં સવારે લગભગ 9 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.'

ગૂફી પટેલના પરિવારમાં એક પુત્ર, પુત્રવધૂ અને એક પૌત્ર છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે અંધેરીમાં કરવામાં આવશે.

આ પહેલા મીડિયા સૂત્રો સાથે વાત કરતા હિતેન પેન્ટલે માહિતી આપી હતી કે 'ગુફી પેન્ટલની તબિયત સારી નથી. તેમને બ્લડપ્રેશર અને હૃદયની સમસ્યા હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા. હવે તેની તબિયત વધારે લથડી હતી, તેથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા 7-8 દિવસથી હોસ્પિટલમાં છે. તેમની હાલત નાજુક છે.'

ગૂફી પેન્ટલે 80ના દાયકામાં 'સુહાગ' અને 'દિલ્લગી' જેવી ફિલ્મો કરી હતી. આ સિવાય તેણે TV શો 'CID' અને 'Hello Inspector'માં પણ કામ કર્યું હતું. B.R. ચોપરાની 'મહાભારત'માં શકુની મામાના પાત્રથી તેમને વાસ્તવિક ઓળખ મળી હતી.

ગૂફી પેન્ટલે એન્જિનિયરિંગની તાલીમ લીધી હતી. પોતાના ભાઈને જોઈને તેમણે એક્ટિંગમાં ઝંપલાવ્યું હતું. તેમનો ભાઈ પેન્ટલ પણ એક જાણીતો એક્ટર છે, જે ફિલ્મોમાં કોમેડી રોલ કરતો જોવા મળ્યો છે. ગુફી પેન્ટલ 1969માં મુંબઈ પહોંચ્યા હતા. તેમણે મોડલિંગ કર્યું હતું અને કેટલીક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતા. ત્યારબાદ તેણે ફિલ્મો અને TV સિરિયલોમાં કામ કર્યું. ગૂફી પેન્ટલે 'શ્રી ચૈતન્ય મહાપ્રભુ' નામની ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું.

ગુફી પેન્ટલનો જન્મ 4 ઓક્ટોબર 1944ના રોજ પંજાબમાં થયો હતો. ગૂફી પેન્ટલનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ કંવરજીત પેન્ટલ છે. જ્યારે પેન્ટલે ફિલ્મોમાં કારકિર્દી બનાવી ત્યારે ગૂફી પેન્ટલ એન્જિનિયર હતા. પરંતુ તેણે એન્જિનિયરિંગ છોડીને તેના ભાઈના પગલે ચાલવાનું નક્કી કર્યું. અભિનયમાં પોતાનું નસીબ અજમાવવા માટે ગૂફી પેન્ટલ 1969માં મુંબઈ આવી ગયા.

બહુ ઓછા લોકો જાણતા હશે કે, ગૂફી પેન્ટલ ફિલ્મોમાં આવતા પહેલા ભારતીય સેનામાં હતા. તે સમયે ભારત ચીન સાથે યુદ્ધમાં હતું. ગૂફી પેન્ટલે મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં આ વિશે જણાવ્યું હતું કે, વર્ષ 1962માં જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, તે સમયે તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ તેમનું સપનું હંમેશા સેનામાં જોડાવાનું હતું. ગૂફી પેન્ટલે જણાવ્યું હતું કે, ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેમની કોલેજમાં સેનામાં ભરતી ચાલી રહી હતી. જ્યારે તેઓ સેનામાં જોડાયા ત્યારે પ્રથમ પોસ્ટિંગ ચીનની સરહદ પર હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.