1000 કરોડના ઓનલાઇન પોન્ઝી સ્કેમમાં આવ્યું અભિનેતા ગોવિંદાનું નામ
બોલિવુડ અભિનેતા ગોવિંદાનું નામ 1000 કરોડના પેન ઈન્ડિયા ઓનલાઇન પોન્ઝી સ્કેમમાં સામે આવ્યું છે. ગોવિંદા સાથે ‘ધ ઓરિસ્સા ઈકોનોમિક ઓફેંસિસ વિંગ’(EOW) આ મામલે પૂછપરછ કરશે. આ સ્કેમ સાથે જોડાયેલી નોટિસ ગોવિંદાને મોકલવામાં આવી છે. ઓથોરિટીઝનું કહેવું છે કે, ગોવિંદાએ Solar Techno Alliance(STA) કંપનીને પોતાના અમુક વીડિયોમાં એન્ડોર્ઝ કરી છે. જેના પ્રમોશનલ વીડિયો પણ બનાવાયા છે.
પોન્ઝી સ્કેમ શું છે
અભિનેતા ગોવિંદા તરફથી હજુ સુધી કોઇ ઓફિશ્યલ જાણકારી સામે આવી નથી. DSP શાશ્મિતા સાહૂએ આ મામલાની જાણકારી શેર કરી છે. તેમણે કહ્યું કે, હાઈકોર્ટ તરફથી મળેલી જાણકારી પછી અ એસટીએફ સામે તપાસ શરૂ કરી દીધી છે. પોન્ઝી સ્કીમને મલ્ટી-લેવલ માર્કેટિંગના રૂપમાં લોકો સામે રજૂ કરવામાં આવે છે અને માર્કેટિંગના રૂપમાં પ્રમોટ કરવામાં આવે છે. જેમાં સ્કીમની જેમ લોકોને જોડીને એસટીએમાં જોડવામાં આવે છે. ત્યાર પછી એક ચેઇન સિસ્ટમ બની જાય છે. જેમાં લોકો એકપછી એક કરીને જોડાવા લાગે છે અને તેમને રિટર્ન્સ મળતા રહે છે. આ એક ચેઇન સિસ્ટમની જેમ કામ કરે છે. આ સ્કીમ હેઠળ લોકોને જોડીને STA(Solar Techno Alliance)માં સામેલ કરવા કહેવામાં આવે છે. શરૂઆતી તપાસમાં EOW ભુવનેશ્વર દ્વારા કરવામાં આવેલી તપાસમાં આના આરોપ સાબિત થયા છે.
ભદ્રકના નિરોધ કુમાર દાસ, STA(Solar Techno Alliance)ના ઓરિસ્સા પ્રમુખ છે. તેણે પોતાની ઓફિસ બનાવી છે. જેમાં 5-6 હજાર લોકો જોડાયેલા છે. નિરોધ કુમાર દાસે એસટીએનો ભાગ બનવા માટે લોકોને પ્રેરિત કર્યા છે. મીટિંગ કરે છે અને પોતાની અંડર લોકોને જોડે છે. આ મામલામાં કંપનીના પ્રમુખ ગુરતેજ સિંહ સિદ્ધૂ અને નિરોધ દાસને 7 ઓગસ્ટના રોજ અરેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
ખેર, આ સમયે ગોવિંદાનો પરિવાર મુશ્કેલીઓમાં ફસાયો છે. અભિનેતાનું નામ 1000 કરોડના પેન ઈન્ડિયા ઓનલાઇન પોન્ઝી સ્કેમમાં આવ્યું છે. અભિનેતાને આ મામલે નોટિસ મોકલી દેવામાં આવી છે. ગોવિંદાએ સમયસર હાજર રહેવાનું રહેશે.
કંપની લોકોને લાલચ આપે છે અને નેટવર્ક બનાવે છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે કંપનીએ એક મેગા ઈવેન્ટ કર્યો હતો. જેમાં ગોવિંદાને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યો હતો. આ ઈવેન્ટ 30 જુલાઈ 2023ના રોજ થયો હતો. ગોવામાં આ કાર્યક્રમ થયો હતો. રિપોર્ટ્સ અનુસાર આ સ્કેમમાં લાખો રૂપિયા ડિપોઝિટ થયા છે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ અને બાકીના રાજ્યોમાંથી પણ લોકોએ આમાં રૂપિયાનું રોકાણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp