લગ્ન માટે પૌત્રએ દાદીને બતાવ્યો દિશા પાટનીનો ફોટો, પછી દાદીએ....,જુઓ ફની વીડિયો

PC: andhrajyothy.com

સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાક ફની વીડિયો વાયરલ થતા રહે છે. તો હાલમાં જ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો તેની દાદીની સાથે તેના લગ્નને લઈને છોકરી બતાવતો જોવા મળી રહ્યો છે. પરંતું આ વીડિયોમાં રમુજી વાત એ છે કે છોકરો દાદીને છોકરી ના ફોટોમાં દિશા પટણીનો ફોટો બતાવે છે. આ જોઈ દાદીનું રિએક્શન જોવા જેવું છે. દાદીના આ ક્યુટ રિએક્શનથી લોકો પોતાને પ્રતિક્રિયા આપતા રોકી શકતા નથી.

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. જો કે, દિશાના ચાહકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારોથી કોઈ ફરક પડતો નથી અને તેઓ તેની સાથે લગ્ન કરવાનું સપનું હજી પણ જુએ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેની દાદીને દિશા પટનીનો ફોટો બતાવતો જોવા મળી રહ્યો છે, જેમાં તે તેની સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. જો કે જોવાની વાત એ છે કે આના પર દાદીમાનું ખૂબ જ ક્યૂટ રિએક્શન જોવા મળી રહ્યું છે.

વીડિયોમાં એક વ્યક્તિ તેની દાદીને દિશાના બોડીસૂટનો ફોટો બતાવી રહ્યો છે. જેના પર દાદી ગાળો આપતા પૌત્રને ખીજાઈ જાય છે. તો પૌત્ર કહે છે કે તેની માતાને આ છોકરી પસંદ છે, ત્યારે દાદીને વધુ ગુસ્સો આવી જાય છે. આ વીડિયો પર સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. અભિનેત્રી કૃતિકા સેંગરે આ વીડિયો પર ટિપ્પણી કરતા લખ્યું, હાહાહા. તો લોકો પણ કોમેન્ટ કરતી વખતે દાદીના રિએક્શનના વખાણ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, દિશા પટણી આ દિવસોમાં તેના જિમ ટ્રેનર સાથે રિલેશનશિપના સમાચારને કારણે ચર્ચામાં છે. જોકે અભિનેત્રીએ આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી છેલ્લે એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળી હતી. આ સિવાય તેણે સલમાન ખાન સાથે પણ સ્ક્રીન શેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp