આદિત્ય રોય કપૂરની ડબલ રોલમાં દર્શાવતી ‘ગુમરાહ’ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ
‘ગુમરાહ’ 2019માં રીલિઝ થયેલી સાઉથ ફિલ્મ ‘થડમ’ની ઓફિશિયલ રીમેક છે. રીમેકના આ ટ્રેન્ડમાં આદિત્ય રોય કપૂરની ‘ગુમરાહ’ પોતાની જગ્યા બનાવી શકે છે કે નહીં તે જાણવા વાંચી લો આ રિવ્યૂ.
દિલ્હીમાં સોફ્ટવેર એન્જિનિયરની થયેલી હત્યાની તપાસમાં પોલીસ જોતરાઇ છે. દરમિયાન એકેડમીમાંથી આવેલી સીનિયર ઇન્સપેક્ટર શિવાની માથુર (મૃણાલ ઠાકુર)ના હાથમાં તસવીરના રૂપમાં મહત્ત્વના પુરાવા લાગે છે. તસવીરમાં ગુડગાંવમાં રહેતો અર્જુન સહગલ (આદિત્ય રોય કપૂર)ને ઓળખીને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. પોલીસ તેની પૂછપરછ કરીને કેસ બંધ કરવાની હોય છે, ત્યાં અચાનક પોલીસ સ્ટેશનમાં અર્જુન જેવા આબેહૂબ દેખાતા સૂરજ રાણાને પોલીસ પકડી લાવે છે. હવે એક મર્ડરમાં બે એક જેવી દેખાતી વ્યક્તિ સસ્પેક્ટ હોવાની વાત સાથે જ સ્ટોરી રસપ્રદ વળાંક લે છે. આ બે વ્યક્તિમાંથી કોણ અસલી મર્ડરર છે, મર્ડર શા માટે થયુ, તેને સજા મળે છે કે નહીં આ સવાલોના જવાબ તમને થિયેટરમાંથી મળી જશે.
વર્ધન કેતકરે ડિરેક્ટ કરેલી ‘ગુમરાહ’ કોપી પેસ્ટ ફિલ્મ હોવા છતા તેમા ઘણા લૂપ હોલ્સ દેખાય છે. ખાસ કરીને ફર્સ્ટ હાફમાં દર્શક ફિલ્મ સાથે કનેક્ટ નથી કરી શકતા. ફિલ્મ એટલી સ્લો પેસમાં આગળ વધે છે કે ઇન્ટરવલ આવતા સુધીમાં દર્શક કંટાળી જાય છે. સ્ટોરી રસપ્રદ હોવા છતા ફિલ્મનો પહેલો હિસ્સો બોરિંગ છે. જ્યારે બીજા હાફમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન સાથે ફિલ્મ આગળ વધે છે પરંતુ, ક્લાઇમેક્સ આવતા-આવતા સ્ટોરી પ્રેડિક્ટેડ લાગવા માંડે છે.
એક્ટિંગની વાત કરીએ તો આદિત્ય રોય કપૂરે તેમા ડબલ રોલ પ્લે કર્યો છે. આદિત્યને એક સારી તક મળી હતી પોતાને સાબિત કરવાની પરંતુ, તે એ કમાલ ના કરી શક્યો. પોલીસ ઇન્સપેક્ટરના રોલમાં મૃણાલ જ્યાં ફર્સ્ટ હાફમાં પોતાની છાપ છોડે છે, તો સેકન્ડ હાફમાં કેટલાક સીન્સમાં તેની એક્ટિંગ થોડી ઓવર લાગે છે. રોનિત રોયે પોતાના રોલ સાથે જસ્ટિસ કરવામાં કોઈ કસર નથી છોડી. ચડ્ડીના રૂપમાં આદિત્યના ફ્રેન્ડ બનેલા કાલરાનું કામ પણ પ્રશંસનીય છે. વેદિકા સ્ક્રીન પર ફ્રેશનેસ લાવે છે પરંતુ, એક્ટિંગનો કોઈ ખાસ પ્રભાવ ના નાંખી શકી.
જો તમે ‘થડમ’ જોઈ છે તો, તમારા માટે આ ફિલ્મમાં કંઈ નવુ નથી. સસ્પેન્સ પ્રેમી ઓડિયન્સ આ ફિલ્મને એક તક જરૂર આપી શકે. ઓવરઓલ ફિલ્મ એવરેજ છે.
ફિલ્મઃ ગુમરાહ
ડિરેક્ટરઃ વર્ધન કેતકર
સ્ટાર કાસ્ટઃ આદિત્ય રોય કપૂર, મૃણાલ ઠાકુર, રોનિત રોય, વેદિકા પિંટો, દીપક કાલરા
ફિલ્મને મળેલા સ્ટાર્સ
આજતકઃ 2 સ્ટાર્સ
NDTV: 2 સ્ટાર્સ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઃ 3.5 સ્ટાર્સ
IMDB: 8.2 સ્ટાર્સ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp