અભિનેતા રામચરણના ઘરે ગુંજી કિલકારી, પત્ની ઉપાસનાએ દીકરીને જન્મ આપ્યો

PC: hindi.newsroompost.com

અભિનેતા રામ ચરણના પરિવાર માટે ખુશીની ક્ષણ આવી ગઈ છે જેની તેઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હા! રામચરણની પત્ની ઉપાસનાએ પુત્રીને જન્મ આપ્યો છે. તેને સોમવારે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 20 જૂનની સવારે તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ બંને માતા-પિતા બની ગયા છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાતાની સાથે જ ચાહકો તેને ખૂબ પ્રેમથી શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ચિરંજીવી દાદા બની ગયા છે અને હવે ચાહકો તેના ઘરે ભવ્ય ઉજવણીની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, માતા અને પુત્રી બંને સ્વસ્થ છે. હાલમાં, પરિવાર દ્વારા આ સારા સમાચાર શેર કરવામાં આવ્યા નથી. પરંતુ જલ્દી જ તેઓ આ ખુશીમાં પોતાના ફેન્સને સામેલ કરી શકે છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રામચરણ અને તેની પત્ની ઉપાસનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. જેમાં બંને હોસ્પિટલની અંદર પ્રવેશતા જોવા મળે છે અને બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

રામચરણ હૈદરાબાદની એપોલો હોસ્પિટલે સોશિયલ મીડિયા પર વિગતો શેર કરી છે. જેમાં લખ્યું છે કે, 'મિસ ઉપાસના કામીનેની અને શ્રી રામ ચરણની બેબી ગર્લનો જન્મ 20 જૂન 2023ના રોજ અપોલો હોસ્પિટલ જ્યુબિલી હિલ્સ-હૈદરાબાદમાં થયો છે. બાળક અને માતા બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે.'

 

રામ ચરણ અને ઉપાસનાએ વર્ષ 2012માં 14 જૂનના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આટલા વર્ષો પછી હવે તેમના ઘરે બાળકીનો જન્મ થયો છે. આ કપલે થોડા મહિના પહેલા ફેન્સને આ ખુશખબર આપી હતી. જે પછી બધા આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

રામ ચરણના પિતા સુપરસ્ટાર ચિરંજીવી અને તેમનો આખો પરિવાર મંગળવારે સવારે તેમની પૌત્રીના સ્વાગત માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉપાસનાએ જણાવ્યું કે, બાળકના જન્મ પછી તે અને રામ ચરણ તેમના માતા-પિતા ચિરંજીવી અને પત્ની સુરેખા સાથે રહેશે. અમે બંને એવા વાતાવરણમાં ઉછર્યા છીએ જ્યાં અમારા ઉછેરમાં અમારા દાદા-દાદીએ મોટી ભૂમિકા ભજવી હતી. અમે અમારા બાળકને સમાન સુખ આપવા માંગીએ છીએ.

આ સિવાય અભિનેતાના પિતા ચિરંજીવી, જે દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા છે, એ પણ આ ખુશખબર ચાહકો સાથે શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, 'હનુમાનજીની કૃપાથી, અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે, ઉપાસના અને રામ ચરણ ટૂંક સમયમાં જ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. ઘણો પ્રેમ અને આભાર.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp