26th January selfie contest

શું હોર્મોનલ ઇંજેક્શન લઇને મોટી થઈ હંસિકા? એક્ટ્રેસે તોડ્યું મૌન, જણાવ્યું સત્ય

PC: bollywoodshaadis.com

ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં પગ મુકનારી હંસિકા મોટવાનીએ પોતાના અત્યારસુધીના કરિયરમાં ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. હંસિકાએ નાનકડી ઉંમરમાં જ ટીવી અને બોલિવુડ બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. મોટી થઈ, તો તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ પગ જમાવ્યો.

હંસિકા હંમેશાંથી જ સારી એક્ટિંગ કરવાને લઇને ચર્ચામાં રહી, પરંતુ આ સાથે જ તેણે હોર્મોનલ ગ્રોથ માટે ઇંજેક્શન્સ લેવાના આરોપો પણ ઝેલવા પડ્યા. શાકા લાકા બૂમ બૂમ શોથી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફેમસ થયેલી હંસિકા મોટવાનીએ રીતિક રોશનની સાથે ‘કોઈ મિલ ગયા’માં કામ કર્યું.

જેમ-જેમ હંસિકાની પાસે પ્રોજેક્ટ્સ આવતા ગયા તેમ-તેમ તેનું સ્ટારડમ પણ વધતુ ગયું. થોડાં સમયના બ્રેક બાદ હંસિકા, હિમેશ રેશમિયાના મ્યુઝિક આલ્બમ આપ કા સુરુરમાં દેખાઈ હતી, તો તેની કદ કાઠી જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા અને અહીંથી જ શરૂ થયો હોર્મોનલ ઇંજેક્શન લેવાના આરોપ લાગવાનો સિલસિલો. કહેવામાં આવવા માંડ્યું કે હંસિકાને તેની મમ્મીએ હોર્મોનલ ગ્રોથના ઇંજેક્શન આપ્યા.

ચાઇલ્ડ આર્ટિસ્ટથી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરનારી હંસિકા અને સાથે જ તેની મમ્મીએ પણ આ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. બોલિવુડ લાઇફના સમાચાર અનુસાર, એક્ટ્રેસની મમ્મી મોના મોટવાનીએ આ આરોપોને નકારી દીધા હતા. તેમણે કહ્યું, શું હાડકાંને વધારવા જેવા કોઈ ઇંજેક્શન હોય છે?

કોઈ પણ મા આવુ શા માટે કરશે. જે લોકો તમારી પ્રગતિથી જેલસ ફીલ કરે છે, તે લોકો પૈસા આપીને આ પ્રકારના સમાચારો છપાવે છે અને આપણને એ અંગે જાણકારી જ નથી મળતી કે આ બધાની પાછળ કોણ છે. આ સમાચારોમાં કોઈપણ પ્રકારનું સત્ય નહોતું, આથી તેને છૂપાવવામાં પણ ના આવ્યા.

ત્યારબાદ હંસિકાએ કહ્યું કે, તેને નીડલ્સથી ખૂબ જ ડર લાગે છે. તે નીડલ્સના ડરના કારણે જ અત્યારસુધી ટેટૂ પણ નથી બનાવી શકી. તેણે કહ્યું કે, લોકો તેનો ગ્રોથ જોઈને જેલસ ફીલ કરે છે. આ એટલા માટે પણ હોઈ શકે છે કારણ કે, તે કંઈક તો યોગ્ય કરી રહી છે આથી, લોકો તેના વિશે આ પ્રકારની વાતો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp