26th January selfie contest

ઉર્ફી જાવેદે ગઇકાલે માફી માગી હવે હું અતરંગી કપડા નહીં પહેરું પણ આજે પાછી...

PC: grandnews.in

લગભગ 17 કલાક પહેલા TV એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદની એક ટ્વીટએ ચાહકોને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક એવા પ્રકારનું ટ્વીટ કર્યું હતું, જેને વાંચીને બધા ચોંકી ગયા હતા. આ ટ્વીટ દ્વારા ઉર્ફીએ પોતાના કપડાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. એ પણ કહ્યું કે હવેથી તે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખશે અને ફરી ક્યારેય આવા કપડા પહેરશે નહીં. હવે એક્ટ્રેસે પોતે આવું કરવા પાછળનું કારણ જણાવ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, ઉર્ફીની માફી એક મજાક સિવાય બીજું કંઈ ન હતું. આવી વાતો લખીને અભિનેત્રીએ ચાહકોને એપ્રિલ ફૂલ બનાવી દીધા છે. તે અમારું નથી, ઉર્ફી જાવેદ પોતે આ કહે છે. તેમની માફી પછી, ઉર્ફી જાવેદનું વધુ એક ટ્વિટ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ નવા ટ્વિટમાં ઉર્ફીએ લખ્યું છે કે, 'એપ્રિલ ફૂલ... હું જાણું છું કે હું ખૂબ જ બાલિશ છું.'

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ તેના અસામાન્ય ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. એક તરફ જ્યાં ઉર્ફીના ચાહકો તેના આત્મવિશ્વાસના વખાણ કરે છે, તો બીજી તરફ ઘણા લોકો તેને ઘણું બધું સંભળાવતા પણ હોય છે. પોતાના કપડાના કારણે ઉર્ફી અત્યાર સુધી ઘણા લોકોના નિશાના પર આવી ચુકી છે. આટલું જ નહીં, સામાન્ય લોકોથી લઈને ઘણા પ્રખ્યાત સ્ટાર્સે ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. આ પ્રકરણમાં અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'મારા ડ્રેસથી જેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે તેમની હું માફી માંગુ છું. આજથી, તમે સંપૂર્ણપણે નવી ઉર્ફી જોશો. તેને સંપૂર્ણપણે બદલાયેલા કપડામાં જોવા મળશે. ક્ષમા.'

અહીં, અભિનેત્રીની આ માફીથી ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. દરેક જણ વિચારી રહ્યા હતા કે આખરે એવું તે શું થયું કે જેણે ઉર્ફીને સંપૂર્ણપણે બદલી નાંખી. ગઈકાલ સુધી જે ઉર્ફી પોતાના કપડા માટે લડતી જોવા મળતી હતી, આજે તે પોતે કેમ માફી માંગી રહી છે? જ્યારે, ઉર્ફીના નવા ટ્વીટથી સમગ્ર સત્ય સામે આવ્યું છે. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, લોકો ગમે તે કહે, તે બદલાવાની નથી.

અહીં તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદે ફેશન બ્રાન્ડ અજિયો સાથે નવું કલેક્શન પણ લોન્ચ કર્યું છે, જેના કારણે તે ઘણી ચર્ચામાં છે. આ ટ્વીટથી સાબિત થયું છે કે આ હસીના પોતાના કપડા બદલવાની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp