બોલિવુડને નફરત કરે છે, બરબાદ કરવા માગે છે, બોયકોટ ટ્રેન્ડ પર સ્વરા ભાસ્કર બોલી

PC: indiatoday.in

2022 બોલિવુડ ફિલ્મો માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. બી ટાઉનના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ રહી છે અને તેનું એક મોટું કારણ ફિલ્મોને લઈ ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડને માનવામાં આવે છે. બોયકોટ ટ્રેન્ડે ઘણી મોટી ફિલ્મોને બરબાદ કરી દીધી છે હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ અંગે મૌન તોડ્યું છે.

સ્વરા ભાસ્કરે કહ્યું કે બોયકોટનો ટ્રેન્ડ હાઈપ કરવામાં આવ્યો છે. જો ફિલ્મ સારી હશે તો તે દર્શકોને થિયેટરોમાં ખેંચશે. ZOOMને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે બોયકોટ ટ્રેન્ડ વચ્ચે લોકોએ આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' જોઈ છે અને જે હિટ સાબિત થઈ છે.

સ્વરા ભાસ્કરે પણ ફરીથી કહ્યું કે કેવી રીતે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી આલિયા ભટ્ટને નિશાન બનાવવામાં આવી, જેના કારણે તેની ફિલ્મ સડક 2 બરબાદ થઈ ગઈ. સ્વરાએ આ વિશે વાત કરતાં કહ્યું- મને ખબર નથી કે બૉયકોટનો ટ્રેન્ડ ક્યા સુધી બિઝનેસ પર અસર કરશે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી અને તે સંપૂર્ણ રીતે અનફેયર હતું.

સ્વરાએ આગળ કહ્યું - તે સમયે બોલિવુડના એ લિસ્ટર્સ સ્ટાર્સ પર ઘણા પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા. તે સમયે સડક 2 રિલીઝ થઈ હતી. ફિલ્મને બોયકોટ કરવાની વાત કરવામાં આવી હતી. નેગેટિવ પબ્લિસિટીના કારણે ફિલ્મની ખૂબ ખરાબ હાલત થઈ ગઈ.

સ્વરાએ કહ્યું કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની રિલીઝ પહેલા આવો જ ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો, પરંતુ તે ફિલ્મને કોઈ નુકસાન થયું નથી. લોકો ફિલ્મ જોવા ગયા અને તેમને પસંદ પણ આવી.

સ્વરાએ કહ્યું- આ કેટલાક લોકોનું નાનું જૂથ છે, જેઓ એજન્ડા ચલાવી રહ્યા છે. આ લોકો બોલિવુડને નફરત કરે છે. બોલિવુડને બરબાદ કરવા માંગે છે, તેથી તેઓ બોલિવુડ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. મને લાગે છે કે આ લોકોની આમાંથી કમાણી થઈ રહી છે.

સ્વરાએ કહ્યું કે તેની પાસે ઘણા પુરાવા છે કે આમાંથી મોટાભાગના પેઇડ ટ્રેન્ડ છે. સ્વરાના વિચારો વિશે તમારો શું અભિપ્રાય છે તે જણાવવાનું ભૂલશો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp