‘હેરા ફેરી 3’ની શૂટિંગ ચાલુ થઇ, સેટ પરથી લીક થઇ પહેલી તસવીર

PC: indiatvnews.com

અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઇને જ્યારથી ચર્ચા શરૂ થઇ છે, ત્યારથી લોકોમાં આ ફિલ્મને લઇને ખૂબ એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. હવે આ ફિલ્મની શૂટિંગ પણ શરૂ થઇ ગઇ છે અને ફિલ્મમાં બધા એ જ લીડ એક્ટર્સ છે, જે પહેલા હતા. વચ્ચે એવા સમાચાર મળી રહ્યા હતા કે આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન લેવાનો છે, પરંતુ શૂટિંગ સેન્ટરથી લીક થયેલી એક તસવીરથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે ફિલ્મમાં કાર્તિક આર્યનને જગ્યા મળી નથી અને અક્ષય કુમાર જ પોતાની ભૂમિકામાં નજરે પડશે.

‘હેરા ફેરી 3માં શૂટિંગ સેટ પરથી લીક થયેલી તસવીરમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અનેપરેશ રાવલનો લૂક પણ આઉટ થઇ ચૂક્યો છે. તસવીરમાં ત્રણેય પોતાના પહેલાવાળા લૂકમાં જ નજરે પડી રહ્યા છે. આ ત્રણેયનો ગેટઅપ એકદમ અગાઉની 2 ફિલ્મો જેવો જ છે. આ ત્રણેય એક્ટર્સની શૂટિંગ સેટ પરથી લીક થયેલી તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર છવાઇ ચૂકી છે. આ તસવીરને જોયા બાદ યુઝર્સ ખૂબ ખુશ છે અને સતત આ તસવીર પર કમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

હવે આ વિઝ્યુઅલ પ્રૂફ, જે પુષ્ટિ કરે છે કે ફેન જે પળની વર્ષોથી રાહ જોતા હતા, તે આખરે આવી જવાની છે. અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ આ વીડિયો માટે શૂટિંગ કરશે, બસ આ જ પુષ્ટિ માટે કે તેઓ ફેમસ કોમેડી ફિલ્મ સાથે પાછા આવી ગયા છે. આ પહેલા જ્યારે અક્ષયે ખુલાસો કર્યો હતો કે તેઓ ફિલ્મનો હિસ્સો નથી. તો ફેન્સ નિરાશ થઇ ગયા હતા અને કાર્તિક આર્યનને ફિલ્મમાં લેવાના કારણે નિરાશ હતા, પરંતુ નિર્માતા નડિયાદવાળા હવે પહેલાવાળા એક્ટર્સ સાથે જ ટ્રેક પર પાછા આવી ગયા છે.

જો કે સત્ય એ છે કે નિર્માતા ફિરોઝ નડિયાદવાળા દિવંગત એક્ટર,  લેખક અને ડિરેક્ટર નીરજ વોરાના સન્માનમાં ભાગ-3 લાવી રહ્યા છે જે ફિરોઝના નજીકના મિત્ર હતા. તેઓ એટલા નજીક હતા કે ફિરોઝ પોતાના ઘરના એક હિસ્સાને નાનકડી હૉસ્પિટલમાં બદલી દીધો હતો, જ્યાં વોરાએ પોતાના જીવનના છેલ્લા વર્ષો વિતાવ્યા હતા. ભાગ-3 જેને નીરજ વોરા જ ડિરેક્ટ કરવાના હતા, તેમણે છેલ્લા શ્વાસ લઇ લીધા.

ઉલ્લેખનીય છે કે 21 માર્ચ 2002ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘હેરા ફેરી’નું કુલ બજેટ 25.5 કરોડ હતું અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કુલ કમાણી લગભગ 90.52 કરોડ રૂપિયા થઇ હતી. તો 9 જૂન 2006ના રોજ આવેલી આ ફિલ્મનો બીજા ભાગ ‘ફિર હેરા ફેરી’ને બનાવવામાં લગભગ 18 કરોડ રૂપિયા લાગ્યા હતા, પરંતુ બોક્સ ઓફિસ પર તેની કુલ કમાણી લગભગ 69.12 કરોડ રૂપિયા હતી. કુલ મળીને જોવા જઇએ તો આ ફિલ્મના બંને ભાગમાં મેકર્સને ખૂબ નફો થયો છે એટલે એવી આશા લગાવી શકાય છે કે ‘હેરા ફેરી 3’ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી શકે છે અને કદાચ તેના માટે મેકર્સનો આ ફિલ્મ પર વધુ ફોકસ રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp