ઈન્ડિયન આઇડલ 14માં મોટો ફેરબદલઃ હિમેશ-નેહાની છૂટ્ટી, આ સિંગરો બનશે જજ

PC: filmibeat.com

બોલિવુડના જાણીતા સિંગર અને કંપોઝર હિમેશ રેશમિયા Indian Idolની પાછલી ઘણી સીઝનોને જજ કરતા જોવા મળ્યા. પણ આ વર્ષે Indian Idol 14માં તે જજની ભૂમિકામાં જોવા મળશે નહીં. તે સોની આ પોપ્યુલર સિંગિંગ રિઆલીટ શોના જજ પેનલમાં જોવા મળશે નહીં. એક્ટર-સિંગર-કંપોઝરે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. હિમેશ આ વર્ષે ઝી ટીવીના સિંગિંગ રિઆલિટી શો ‘સા રે ગા મા પા’ને જજ કરતો જોવા મળશે.

હિમેશ રેશમિયાએ કહ્યું કે, હું આ વખતે ‘સા રે ગા મા પા’ને જજ કરી રહ્યો છું. કારણ કે ટેલેન્ટ ખૂબ જ સરસ છે. મારી પાસે શોને આપવા માટે તારીખો હતી. અમે પહેલેથી જ 4 એપિસોડ શૂટ કરી ચૂક્યા છે અને શો 24 ઓગસ્ટથી ટેલિકાસ્ટ થશે. મારી ડેટ્સ ઈન્ડિયન આઈડલની 14મી સીઝન સાથે મેચ નહોતી થઇ રહી. પણ મને ખુશી છે કે કુમાર સાનૂજી શોને જજ કરી રહ્યા છે. તેમના માટે આ જોરદાર સીઝન રહેશે. મારી પાસે ત્યાર પછીની પણ તારીખો નહોતી. કારણ કે હું આ વર્ષના અંત સુધીમાં પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દઇશ.

હિમેશ, જે પોતાની આવનારી ફિલ્મ બદમાશ રવિકુમાર ને લઇ એક્સાઇટેડ છે, તેણે કહ્યું કે, બદમાશ રવિકુમાર ફિલ્મ ‘એક્સપોઝ’માં મારા પાત્રનું સ્પિનઓફ છે. જે 2014માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મ એક કમર્શિયલ પોટબોયલર છે. હું આની શૂટિંગ માટે એક્સાઈટેડ છું.

 
 
 
View this post on Instagram

A post shared by Zee TV (@zeetv)

જણાવીએ કે, Indian Idol 14માં નેહા કક્કરના સ્થાને શ્રેયા ઘોષાલ જજની ભૂમિકામાં જોવા મળશે. તો સિંગર-સંગીતકાર વિશાલ દદલાની શોને જજ કરવાનું ચાલું જ રાખશે. આ વર્ષે ઝીના શો ‘સા રે ગા મા પા’ને હોસ્ટ કરી રહેલ આદિત્ય નારાયણ Indian Idol 14ને હોસ્ટ કરતો જોવા મળશે નહીં.

8 વર્ષ પછી જોવા મળશે હુસેન

એક્ટર અને એંકર હુસૈન કુવાજેરવાલા 8 વર્ષ પછી શોને ફરી એકવાર હોસ્ટ કરતો જોવા મળશે. તેણે કહ્યું હતું કે, આ શોને મારું 100 ટકા આપીશ. આશા છે કે બધું બરાબર થાય અને લોકોને શો જોવાની મજા આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp