હની સિંહે રજૂ કરી પોતાની વ્યથા, રાત-દિવસ મરવાની દુઆ માગતો હતો

PC: koimoi.com

સિંગર અને રેપર હની સિંહની જર્નીમાં ઘણી ઉથલ પાથલ જોવા મળી છે. સિંગર પોતાની તબિયતના કારણે એક લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીથી બહાર રહ્યો. પણ જ્યારથી હની સિંહે વાપસી કરી છે, ત્યારથી તે ચર્ચાનો વિષય બન્યો છે. સિંગરના હાલમાં જ છુટાછેડા થયા છે, તેની સાથે જ તેના જીવનમાં બીજા પ્રેમની એન્ટ્રી પણ થઇ ગઇ છે. હની સિંહની લાઇફમાં થયેલી તમામ ખેંચ તાણ પર સિંગરે કહ્યું કે, આ દરમિયાન તેને કેવા વિચારો આવતા હતા, તે કેવા પડકારનો સામનો કરી રહ્યો હતો.

હની સિંહ એક ટફ ફેઝથી પસાર થયો છે. સિંગરે પોતાનામાં ઘણા ફેરફાર કર્યા અને 2.0 વર્ઝનની સાથે ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી છે. હની સિંહે કહ્યું કે, જેટલા દિવસ તે શોબિઝની દુનિયાથી દૂર રહ્યો, એટલું તેણે ઘણું બધું સહન કર્યું. પોતાની મેન્ટલ હેલ્થ પર વાત કરતા તેણે કહ્યું કે, તે દરરોજ મરવાની દુઆ માગતો હતો. હનીના એટલા મૂડ સ્વિંગ્સ થતા હતા કે તે પોતે જ તેને સમજી ન હોતો શકતો.

મીડિયા સાથેની વાતચીતમાં હનીએ કહ્યું કે, મેન્ટલ હેલ્થના ઘણા બધા વેરિએશન્સ હોય છે. એન્ઝાઇટી ડિસઓર્ડર કંઇ જ નથી, શરદી ખાંસી જેવું જ છે. મને મેન્ટલ હેલ્થનો કોવિડ થયો કે, જેનાથી સાઇકોટિક સિમ્પટમ અને તેને બાયપોલર ડિસઓર્ડર કહેવાય છે. હું રાત દિવસ મરવાની દુઆ માગતો હતો. હું ગાંડો થઇ ચૂક્યો હતો, કામ અને દારુમાં ડૂબેલો હતો અને સ્મોક પણ કરતો હતો. એ ચીજોએ મારા મગજને ફાડી  નાખ્યું, હું સુઇ ન હોતો શકતો. હું જ્યાં જતો હતો, ત્યાં લોકોને હસાવતો હતો. મને એ બિમારીને ઓળખવામાં ત્રણ વર્ષ લાગી ગયા. લડવામાં, ડોક્ટરને શોધવામાં ચાર વર્ષ લાગી ગયા. હાલ એક વર્ષથી મારા નવા ડોક્ટર છે, ત્યારથી હું ઠીક ચાલી રહ્યો છું. કોઇ પ્રોબ્લેમ નથી.

હની સિંહનું માનવું છે કે, આ બિમારી માટે તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમે પોતાની ફેમેલી કે મિત્રો સાથે વાત કરો, દારૂ ન પીઓ. જેટલી તમે વાતો કરશો તેટલો તમને આરામ મળશે. એટલું જ તમે ખુલી શકશો. ડોક્ટર્સની દવાઓ અને સેશન્સથી તમને વધારે ડિપ્રેશન થશે. નહીં તો મને ડીએમ કરજો હું તમને કહીશ કે, શું કરવાનું છે. મારા ગીત સાંભળી લો, તમને હસુ આવી જશે.

હની સિંહે પોતાનું એવું નામ બનાવ્યું હતું કે, દરેક જેણ તેના ફેન હતા. હની ઇન્ડસ્ટ્રીથી જેટલા દિવસ ગાયબ રહ્યો, આ દરમિયાન કેટલાક લોકોએ પોતાનું નામ બનાવ્યું. કેટલાક ઉભરતા રેપર્સે પોતાની ઓળખ બનાવી છે. તેમાંથી હની સિંહના ફેવરેટ કોણ છે તેણે કહ્યું કે, તે એમિવે બંટાઇને પસંદ કરે છે. સિંગરે કહ્યું કે, બંટાઇ તમને કોઇપણ રીતે એન્ટરટેન કરી શકે છે, તે એવું લખે છે કે, તમે સાંભળતા રહી જશો. તે દરેકની સ્ટોરી કહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp