શાહરૂખની ફિલ્મ 'પઠાણ' 1000 કરોડની કમાણીથી કેટલી દૂર છે, જાણો 18મા દિવસની કમાણી

PC: hindi.gadgets360.com

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ કમાણીના રેકોર્ડ બનાવી રહી છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલી સફળતા હાંસલ કરી છે કે તેણે ટીકાકારોને 'ચુપ' કરી દીધા છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મે અત્યાર સુધીમાં સેંકડો કરોડની કમાણી કરી છે. ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો પઠાણ હવે 1,000 કરોડની કમાણી તરફ આગળ વધી ગઈ છે. અમે તમને ફિલ્મ પઠાણના (કલેક્શન ડે 18) સંબંધિત નવીનતમ વિગતો આપવા જઈ રહ્યા છીએ.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ પ્રજાસત્તાક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારત અને વિશ્વભરમાં 8000 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી. જેમાં ભારતમાં 5500 સ્ક્રીન અને વિદેશમાં 2500 સ્ક્રીનનો સમાવેશ થાય છે.

શાહરૂખ ખાનની ફિલ્મ ત્રીજા સપ્તાહમાં પણ દર્શકોને થિયેટરોમાં ખેંચી રહી છે. ત્રીજા સપ્તાહની શરૂઆતમાં ફિલ્મ થોડી સુસ્ત દેખાઈ હતી, પરંતુ શનિવારે તેના કલેક્શનમાં મોટો ઉછાળો આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રારંભિક અંદાજો સૂચવે છે કે, ફિલ્મ પઠાણે તેની રિલીઝના 18માં દિવસે ભારતમાં ડબલ ડિજિટની કમાણી કરી છે.

અહેવાલો અનુસાર, ફિલ્મે ભારતમાં તેના 18માં દિવસે 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પ્રાથમિક માહિતી છે. સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે, શનિવારે પઠાણે કેટલી કમાણી કરી. આ આંકડો થોડો બદલાયેલો હોય શકે છે.

ભારતમાં પઠાણનું બોક્સ ઓફિસ કલેક્શન 464.80 કરોડ રૂપિયા છે. જો 18મા દિવસના આંકડાઓને પણ આમાં સામેલ કરવામાં આવે તો શાહરૂખ ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર 500 કરોડની કમાણી કરવાની નજીક પહોંચવાની છે.

શાહરૂખ ખાનની ફિલ્મ ભારતની સાથે વિદેશમાં પણ સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રૂ. 900 કરોડનો આંકડો પાર કર્યો હતો. પઠાણે તેના ત્રીજા શુક્રવારે ભારતમાં 5.90 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ફિલ્મના નિર્માતા યશ રાજ ફિલ્મ્સના જણાવ્યા અનુસાર, પઠાણે વિશ્વભરમાં 901 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમાંથી ભારતમાં રૂ. 558.40 કરોડ અને વિદેશમાં રૂ. 342.60 કરોડ એકત્ર થયા છે.

પઠાણનું વિશ્વવ્યાપી કલેક્શન એક હજાર કરોડ રૂપિયાની કમાણી તરફ આગળ વધ્યું છે. શનિવારના વિશ્વવ્યાપી આંકડા હજુ આવવાના બાકી છે. શનિવારનો દિવસ હોવાથી અને કલેક્શન સારું રહેવાની ધારણા છે, તો માની લેવું જોઈએ કે આવનારા દિવસોમાં પઠાણનું કલેક્શન વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. આ વિવાદ ફિલ્મના પહેલા ગીત 'બેશરમ રંગ'ના રિલીઝથી શરૂ થયો હતો. આ ગીતમાં દીપિકાના ડ્રેસના રંગને લઈને વિવિધ સંસ્થાઓએ વિવાદ ઊભો કર્યો હતો, જેના કારણે આ ફિલ્મને હેડલાઈન્સ પણ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp