26th January selfie contest

જાન્હવી કપૂરનો વર્કઆઉટ વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ, આવી રીતે રહે છે ફીટ

PC: samarsaleel.com

જાન્હવી કપૂર એક જાણીતો ચહેરો છે અને લોકો તેની ફિટનેસથી પ્રેરિત થાય છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી હોવા ઉપરાંત તે ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી છે. તેણે પોતાના અભિનયના દમ પર બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર તેના જ એક વીડિયોને કારણે ટ્રોલ થઈ રહી છે, જે તેણે તાજેતરમાં તેના પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે જાહ્નવી કપૂર બોલિવૂડની સૌથી ફિટ અને સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે અને તે સ્વસ્થ રહેવા માટે સખત વર્કઆઉટ રૂટિનનું પાલન કરે છે.

જાન્હવી અવારનવાર તેના વર્કઆઉટની ઝલક સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે. હવે અભિનેત્રીએ ફરી એકવાર તેના વર્કઆઉટ સેશનનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જ્યારે કેટલાક લોકો એક્ટ્રેસના જિમ જવા માટેના વીડિયોથી પ્રેરિત થયા તો ઘણા નેટીઝન્સે જાહ્નવીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

જાન્હવી કપૂરે ગઈકાલે એટલે કે ગુરુવારે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરતી વખતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જ્યાં ઘણા ચાહકોએ તેની વર્કઆઉટ પોસ્ટને પસંદ કરી હતી, તો ઘણાએ અભિનેત્રીને કારણ વગર ટ્રોલ કરી હતી. તમે જાહ્નવીના વિડિયોમાં જોઈ શકો છો કે તે તેના જિમ આઉટફિટમાં સ્ટ્રેચિંગથી લઈને ડમ્બેલ્સ ઉપાડવા અને પગની એક્સરસાઇઝ કરવા સુધીના વિવિધ વર્કઆઉટ્સ કરતી જોવા મળે છે.

આ વીડિયો ઓનલાઈન આવતાની સાથે જ લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, 'કાશ તમે એક્ટિંગમાં પણ આટલી મહેનત કરી હોત'. જ્યારે, અન્ય એક યુઝરે લખ્યું, 'લાગે છે કે, હવે મારે પણ સેલિબ્રિટી જિમ ટ્રેનર બનવું પડશે, મને ઓછા પૈસા મળશે પરંતુ હું ખુશ થઈશ'.

 
 
 
View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

25 વર્ષની જાહ્નવી કપૂર તેના બોલ્ડ અને સિઝલિંગ લુકથી ચાહકોના દિલને ઠેસ પહોંચાડતી જોવા મળે છે. આ સિવાય તે આ દિવસોમાં શિખર પહાડિયા સાથેના સંબંધોને લઈને પણ હેડલાઈન્સમાં છે. જોકે, જાહ્નવી અને શિખર બંનેએ આ અફવાઓ પર મૌન જાળવી રાખ્યું છે.

જાહ્નવીના વર્કફ્રન્ટ વિશે પણ વાત કરીએ તો, તે ટૂંક સમયમાં વરુણ ધવન સાથે ફિલ્મ 'બવાલ'માં અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળશે. આ સિવાય જાહ્નવી કપૂર પાસે કરણ જોહરની 'દોસ્તાના 2' અને 'બડે મિયાં છોટે મિયાં' જેવી મોટી ફિલ્મો પણ પાઈપલાઈનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp