ઈન્ડસ્ટ્રીમાં ક્યારેય નથી જોયો ધર્મને લઈને ભેદભાવ: હુમા કુરૈશી

PC: sentinelassam.com

બોલિવુડ એક્ટ્રેસ હુમા કુરૈશીની કોઈને ઓળખાણ આપવાની જરૂરિયાત નથી. તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યાનું એક દશક કરતા વધુ સમય થઈ ચૂક્યો છે. ન જાણે કેટલીય ફિલ્મો હુમા કુરૈશી કરી ચૂકી છે અને જોવા જઈએ તો એક્ટ્રેસે પોતાની દરેક ફિલ્મ સાથે દર્શકોના દિલોમાં ખાસ જગ્યા પણ બનાવી છે. આજકાલ હુમા કુરૈશી પોતાની ફિલ્મ ‘તરલા’ને લઈને લાઇમલાઇટમાં આવી ગઈ છે. હાલમાં જ એક્ટ્રેસ ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ શૉમાં પોતાની પર્સનલ, પ્રોફેશનલ, હિન્દુ-મુસ્લિમ ભેદભાવ પર વાત કરતી દેખાઈ. સાથે જ તેણે કેટલીક કરિયર એડવાઇઝ પણ આપી.

તેને પૂછવામાં આવ્યું કે, તેં હિસ્ટ્રી વાંચી છે. દેશમાં પોલરાઈઝેશન ઘણું બધુ થઈ ગયું છે, ઠેર ઠેર હિન્દુ-મુસ્લિમ બાબતે ચર્ચા થાય છે અને મુદ્દો બને છે. જ્યારે દિલ્હીની એક મુસ્લિમ છોકરી બોલિવુડમાં આવી તો શું તને એવું લાગ્યું કે તારા ધર્મના હિસાબે કોઈ ભેદભાવ થયો હોય. તારા માટે કેટલીક સ્થિતિઓ મુશ્કેલ રહી હોય? તેના પર હુમા કુરૈશીએ કહ્યું કે, મારા હિસાબે બોલિવુડ ખૂબ જ સેક્યુલર જગ્યા છે. મને ન તો ક્યારેય મહિલા કે મુસ્લિમ હોવાને લઈને ક્યારેય સ્ટીરિયોટાઇપ ઝીલવી પડી નથી.

હુમા કુરૈશીએ જણાવ્યું કે, એવું ક્યારેય નથી થું કે મારું એક મુસ્લિમ નામ છે, તેના માટે મને કોઈ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી કે ન કરવામાં આવી. મારી સાથે ક્યારેય એમ થયું નથી. મને આખા દેશથી લોકોનો પ્રેમ મળ્યો. લોકોએ ક્યારેય મારું નામ જોઈને મને પસંદ કરી નથી, મારું કામ જોઈને કરી છે. રહી વાત પોલરાઈઝેશનની તો આપણે તો આ વસ્તુ માત્ર ન્યૂઝ પર જ જોઈએ છીએ કે દેશ વહેંચાઈ રહ્યો છે. હું પોતાના અંગત અનુભવની વાત કરું તો હું દિલ્હીમાં મોટી થઈ. એક મુસ્લિમ ઘરમાં જન્મ થયો, પરંતુ જ્યાં અમે રહેતા હતા, ત્યાં આસપાસ બધા પંજાબી હતા તો હું દિલથી પંજાબી છું, પરંતુ લોહી મારું મુસલમાનનું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Huma Qureshi (@iamhumaq)

તેણે આગળ કહ્યું કે, જ્યારે હું મુંબઈ શિફ્ટ થઈ તો ત્યાં પણ મેં ક્યારેય ધર્મને લઈને ભેદભાવ ઝીલ્યો નથી. મેં ક્યારેય હિન્દુ-મુસ્લિમવાળી વસ્તુ ન તો પોતાના ઘરમાં જોઈ અને ન તો ત્યાં જ્યાં હું રહી. હુમા જવાબ આપી જ રહી હતી કે તેને વચ્ચે રોકીને પૂછવામાં આવ્યું કે, આ સવાલ એટલે તેને પૂછવામાં આવે છે કેમ કે હાલમાં જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં હતા તો ત્યાં તેમને સવાલ કરવામાં આવ્યો કે ભારતમાં મુસ્લિમ્સના અધિકાર સુરક્ષિત નથી.

તો તમને મીડિયાકર્મીઓનો આ સવાલ કેટલો યોગ્ય લાગે છે કેમ કે તું પોતે એક મુસ્લિમ છે? તેના પર હુમા કુરૈશી કહે છે કે હું જો પોતાનો અંગત અનુભવ કહું તું હું એક એવા પરિવારથી આવું છું, જ્યાં હું પરિવારને લઈને સુરક્ષિત અનુભવું છું. જો તમે કોઈ એક આઇકોનિક ક્લાસથી આવો છો, તો કેટલીક વસ્તુ તમારા માટે સરળ થઈ જાય છે, તેનો મતલબ એ નથી કે કેટલાક લોકો સાથે ખોટું થઈ રહ્યું નથી, પરંતુ મને લાગે છે કે સવાલ તો પુછવો જોઈએ અને દરેક સરકારે જવાબ આપવો જોઈએ. અંગત અનુભવ બતાવું તો મને ક્યારેય અનુભવ થયો નથી કે, હું મુસ્લિમ છું અને મારે એક પ્રકારે જ વર્તન કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp