હું દીપિકા પાદુકોણનો પતિ..., રણવીરનું આમ કહેતા જ શરમાઈ ગઈ એક્ટ્રેસ, જુઓ Video

PC: twitter.com

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને કોઈ ઈન્ટ્રોની જરૂર નથી. ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી હોય કે હોલિવુડ, દુનિયાભરમાં બંને જણા પાવર કપલ તરીકે ઓળખવામાં આવે છે. લોકો તેમની લાઈફને કપલ ગોલ તરીકે પણ રાખતા હોય છે. હાલમાં જ આવેલા એશિયાના મોસ્ટ રિચેસ્ટ કપલના લિસ્ટમાં દીપિકા રણવીરનું નામ પણ સામેલ હતું, જેના પછી તો તેમની પોપ્યુલારિટીમાં ચાર ચાંદ લાગી ગયા હતા.

રણવીરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો તેની વાહવાહી પણ કરી રહ્યા છે. તેણે આ વીડિયોમાં દીપિકા માટે એવું કંઈક કહ્યું જેનાથી દીપિકા શરમાઈ ગઈ હતી અને તેના મોઢામાં પર એક મોટી સ્માઈલ આવી ગઈ હતી. યુએસમાં એક ઈવેન્ટ દરમિયાન દીપિકાને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી હતી. આ ઈવેન્ટમાં દીપિકાની સાથે રણવીર પણ પહોંચ્યો હતો અને સ્ટેજ પણ શેર કર્યું હતું. રણવીર આમ પણ પોતાના કેન્ડિડ નેચર માટે જાણીતો છે. વાતચીત દરમિયાન રણવીરે ઘણા ગર્વની સાથે પોતાના ઈમોશન શેર કર્યા હતા. રણવીરે કહ્યું કે, મને કોણ નથી ઓળખતું, હું એ માણસ છું જેને ઈન્ટ્રોની જરૂર નથી. હું દીપિકા પાદુકોણનો પતિ છું.

 

રણવીરના આ સ્ટેટમેન્ટ પર દીપિકા પાદુકોણ શરમાઈ ગઈ હતી અને હસ્યા વગર રહી શકી ન હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઈવેન્ટમાં શંકર મહાદેવનની કોન્સર્ટ પણ રાખવામાં આવી હતી. જ્યાં રણવીર અને દીપિકા સિવાય તેની માતા ઉજાલા પાદુકોણ, બહેન અનીષા અને પિતા પ્રકાશ પાદુકોણ પણ સાથે હતા. આખી પાદુકોણ ફેમિલી કોન્સર્ટ એન્જોય કરતી જોવા મળી હતી. જ્યારે શંકર મહાદેવને પોતાની પત્ની સંગીતા મહાદેવન સાથે દીપિકા-રણવીર સાથેનો ફોટો શેર કર્યો છે. યુએસની આ કોન્સર્ટમાં પોતાના પસંદગીના સિલેબ્સને જોઈને ફેન્સની ખુશીનું ઠેકાણું રહ્યું ન હતું.

 

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

કામની વાત કરીએ તો દીપિકા પાદુકોણ તેની છેલ્લી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં હતી. આ ફિલ્મમાં તે શાહરુખ સાથે જોવા મળી હતી. સાથે જ્હોન અબ્રાહમ પણ હતો. આ સિવાય દીપિકાની પાસે ફાઈટર, ધ ઈન્ટર્નની હિન્દી રિમેક, મહાભારત અને પ્રોજેક્ટ કે જેવી મોટી ફિલ્મો લાઈનમાં છે. જ્યારે રણવીરની આવનારી ફિલ્મોનું લિસ્ટ પણ ઘણું લાંબુ છે. જેમાં રોહિત શેટ્ટીની સર્કસ, કરણ જોહરની રોકી અને રાની કી પ્રેમ કહાનીમાં તાજેતરના સમયમાં માતા બનનારી આલિયા ભટ્ટ સાથે જોવા મળવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp