
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પાર્ટીના નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચવાની સલાહ આપી હતી. તેમના નિવેદનનું બોલિવૂડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે PM મોદીના આ નિવેદન પર અભિનેતા અક્ષય કુમારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રવિવારે ફિલ્મ સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન, બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ વિશે અને PM મોદીના નિવેદન પર વાત કરી હતી. અક્ષય કુમારે કહ્યું કે તેમના નિવેદનને કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ રાહતવો શ્વાસ લેશે અક્ષયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનનું સ્વાગત કર્યું હતું.
અક્ષય કુમારે એક સવાલના જવાબમાં કહ્યું કે, હવે વધારે સ્વતંત્ર થઇને એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડ્સ્ટ્રીઝ શ્વાસ લઇ શકશે. પોઝિટિવિટીનું હંમેશાં સ્વાગત છે અને ખાસ કરીને જ્યારે આપણા પ્રધાનમંત્રી કઇંક કહી રહ્યા હોય ત્યારે. બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે, મને લાગે છે કે PM મોદી ભારતના સૌથી પ્રભાવશાળી વ્યકિત છે. તેઓ જે કઇ પણ કહે અને તેને કારણે બદલાવ આવે તો એ મનોરંજન ઉદ્યોગ માટે ઘણી સારી વાત છે.
અક્ષય કુમારે કહ્યું કે આ બદલાવ પણ જરૂરી છે, કારણ કે બોલિવુડમાં અમે આ બાબતે ઘણું સહન કરતા આવ્યા છે. અક્ષય કુમારે કહ્યું કે, અમે ફિલ્મ બનાવી, સેન્સર બોર્ડમાં લઇ જઇ, બધું મંજૂર કરાવીને લાવીએ, અમે બધુ કરીએ અને કોઇક કઇં પણ બોલી દે એમાં ગરબડ શરૂ થઇ જાય છે.
સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી સહિતના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પ્રસંગેમીડિયા સાથે વાતચીત દરમિયાન અક્ષયે ઘણા મુદ્દાઓ પર વાત કરી છે. પ્રેસને સંબોધતા પોતાની ફિલ્મ વિશે અક્ષયે કહ્યુ કે,આ ફિલ્મ દરેક ફેન્સ અને દુનિયાની તમામ સેલિબ્રિટી માટે છે. હું કહેવા માંગુ છું કે અમે આજે જે કઇ પણ છીએ તે ચાહકોના કારણે છીએ. તમે નથી તો અમે કઇં નથી.
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ પણ બોયકોટનો શિકાર બનેલી છે અને અનેક જગ્યાઓ પર ફિલ્મનો પોસ્ટર ફાડી નાંખવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભાજપના કાર્યકરોને ફિલ્મો વિશે બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું. ફિલ્મ નિર્માતા અશોક પંડિત, જેઓ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) ના પ્રમુખ છે, તેમણે પઠાણ વિવાદ વચ્ચે PM મોદીના નિવેદનના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે તેમની પાર્ટીના સભ્યોને PM મોદીની ચેતવણી ફિલ્મ ઉદ્યોગ માટે આત્મવિશ્વાસનો મોટો વધારો કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp