સુનિતા સાથે લગ્ન ન થયા હોત તો આ અભિનેત્રી માટે દિલ ધક-ધક થતું હોત: ગોવિંદા

દેશના અનેક યુવાનો જે અભિનેત્રી પર ક્રશ રાખે છે એવી અભિનેત્રી પર ગોવિંદાનું દિલ પણ ફીદા છે એ વાત એક ઇન્ટરવ્યૂમાં બહાર આવી છે.

બોલિવુડ સુપરસ્ટાર ગોવિંદાના ઘણા ચાહકો છે, પરંતુ સવાલ એ થાય છે કે ગોવિંદ કોના ચાહક છે? ગોવિંદા હંમેશા બોલિવુડની ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિતને પોતાની ફેવરિટ કહે છે. આ વખતે પણ તેમણે ઈન્ટરવ્યુમાં માધુરી દીક્ષિતના વખાણનો જાણે વરસાદ કરી દીધો હતો. વખાણ કરતી વખતે માધુરીના વખાણ કરતી વખતે ગોવિંદાએ એવુ કંઈક કહ્યું જે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.ગોવિંદાએ પત્ની સુનિતાની સામે કહ્યું હતું કે જો તેણે લગ્ન ન કર્યા હતે તો માધુરી માટે મારું દિલ ધડકતું હતે.

બોલિવુડ અભિનેતા ગોવિંદાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના દિલની વાત જાહેર કરી દીધી છે. અભિનેતાએ કહ્યુ કે જો સુનિતા સાથે લગ્ન ન થયા હતે તો ધક ધક ગર્વ માધુરી દિક્ષીત માટે મારું દિલ ધડકતું હતે.

બોલિવુડ અભિનેતા ગોવિંદા બી-ટાઉનના મજબૂત કલાકારોની યાદીમાં સામેલ છે.અભિનેતાએ 'જોડી નંબર 1', 'હસીના માન જાયેગી', 'બડે મિયાં છોટે મિયાં' જેવી સુપરહિટ ફિલ્મો આપીને સિલ્વર સ્ક્રીન પર રાજ કર્યું છે. આ સિવાય તેના કો-સ્ટાર્સ સાથેની તેની કેમિસ્ટ્રી ચાહકોને ગમે છે, પરંતુ જ્યારે ગોવિંદાની વાત આવે છે ત્યારે તે માધુરી દીક્ષિતને પોતાની ફેવરિટ ગણાવીને કહ્યુ કે સુનિતા જો મારી જિંદગીમાં ન હતે તો માધુરી પર ફીદા થઇ જતે.

ગોવિંદાએ જ્યારે ઇન્ટરવ્યૂમાં માધુરી દીક્ષિત સાથે ઇશ્ક ફરમાવવાની વાત કરી ત્યારે તેમની પત્નીને સુનિતાને આ વિશે પુછવામાં આવ્યું કે ગોવિંદા માધુરી સાથે ફર્લ્ટ કરવાની વાત કરે છે તો તમારું શુ કહેવું છે? ગોવિંદાની પત્ની સુનિતાએ કહ્યું કે  જો લગ્ન જ થયા હતે તો તો હું  એમને જાણતી પણ ન હતે. સુનિતાનો જવાબ સાંભળેન ગોવિંદા ખડખડાટ હસી પડ્યો હતો.

જ્યારે ગોવિંદાને તેમની પસંદગીની બેસ્ટ ફિલ્મ પરફોર્મન્સ વિશે પુછવામાં આવ્યું તો ગોવિંદાએ કહ્યું કે, હસીના માન જાયેગી ફિલ્મમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતું અને તે પણ એટલા માટે કે આ ફિલ્મમાં સારો રોલ નહોતો મળ્યો. જે રોલ મને આપવામાં આવ્યો હતો તે પહેલાં સ્ક્રિપ્ટમાં નહોતો બલ્કે સેટ પર જ રોલ ઉભો કરી દેવામાં આવ્યો હતો.

હસીના માન જાયેગી વર્ષ 1999માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં સંજય દત, કરિશ્મા કપુર અને કાદર ખાન જેવા કલાકારો હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હીટ સાબિત થઇ હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.