લગ્ન વગર ઇલિયાનાએ પુત્રને જન્મ આપ્યો, અભિનેત્રીએ બાળકનું યુનિક નામ રાખ્યું

અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝના ઘરે બાળકની કિલકારી ગુંજી છે. ઇલિયાના ડિક્રુઝે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું કે, તેણે પુત્રને જન્મ આપ્યો છે. આ સાથે ઇલિયાના ડીક્રુઝે તેના નવજાત બાળકનો ચહેરો પણ બતાવ્યો અને તેનું નામ પણ જણાવ્યું. ઇલિયાના ડીક્રુઝની પોસ્ટ પર ઘણી સેલિબ્રિટીઝ તેને અભિનંદન આપી રહી છે. જ્યારે, ઇલિયાના ડીક્રુઝના ચાહકોએ તેમની પ્રિય અભિનેત્રીને માતા બનવા પર અભિનંદન પાઠવ્યા છે. ચાલો જોઈએ, ઇલિયાના ડીક્રુઝે માતા બનવા પર પોસ્ટમાં શું લખ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, ઈલિયાના ડીક્રુઝે હજુ સુધી લગ્ન કર્યા નથી અને આ તેના બોયફ્રેન્ડનું બાળક છે.
ઇલિયાના ડીક્રુઝે શનિવારે રાત્રે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખુશખબરીના સમાચાર શેર કર્યા. ઇલિયાના ડીક્રુઝે તેના નવજાત બાળકની તસવીર શેર કરી છે અને જણાવ્યું છે કે, તે 1 ઓગસ્ટના રોજ એક પુત્રની માતા બની છે. ઇલિયાના ડીક્રુઝે તેના પુત્રનું નામ કોઆ ફીનિક્સ ડોલન રાખ્યું છે. ઇલિયાના ડીક્રુઝે આ પોસ્ટને કેપ્શનમાં લખ્યું છે કે, 'આનું શબ્દોમાં વર્ણન કરી શકતા નથી કે, અમે અમારા પુત્રને આ દુનિયામાં આવકારતા કેટલા ખુશ છીએ, અમારું હૃદય ભરાઈ આવ્યું છે. હુમા કુરેશી, અથિયા શેટ્ટી, નરગીસ ફખરી સહિતની ઘણી હસ્તીઓએ ઇલિયાના ડીક્રુઝની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે. જ્યારે, ઇલિયાના ડીક્રુઝના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે.
ઇલિયાના ડીક્રુઝે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી હતી. ઇલિયાના ડીક્રુઝે હજી લગ્ન કર્યાં નથી અને જ્યારે તેણે તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી ત્યારે ચાહકો અનુમાન કરી રહ્યા હતા કે, તે કોના બાળકની માતા બનવાની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઇલિયાના ડીક્રુઝે વર્ષ 2006માં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઈલિયાના ડીક્રુઝ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 'બરફી', 'રુસ્તમ', 'બાદશાહો', 'રેડ', 'મેં તેરા હીરો' જેવી ફિલ્મો માટે જાણીતી છે. અભિનેત્રી છેલ્લે વર્ષ 2021માં અભિષેક બચ્ચનની ફિલ્મ 'ધ બિગ બુલ'માં જોવા મળી હતી. આ ફિલ્મ પછી તેણે ઘણા પ્રોજેક્ટમાં કામ કર્યું નથી. હાલમાં, તે 'અનફેર એન્ડ લવલી' નામની કોમેડી ફિલ્મનો ભાગ છે, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp