
શાહરુખ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચર્ચામાં હતો. કલેક્શનને જોતા લાગી રહ્યું છે કે, આ ફિલ્મ તેનો સમય પાછો લઈ આવી છે. એટલે હવે તે ઘડિયાળના કારણે ચર્ચાઓમાં છે. હવે તમને લાગતું હશે કે એક ઘડિયાળના કારણે તે શા માટે ચર્ચામાં આવ્યો હશે? હા સાચી વાત છે કેમ કે એ ઘડિયાળની એટલી કિંમત છે એટલામાં એક નાનકડા બજેટની ફિલ્મ બની જાય છે. શાહરુખ ખાન બ્લૂ ઘડિયાળ પહેરીને ‘પઠાણ’ની પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચ્યો હતો.
હવે તેનો એક સ્ક્રીન કેર રૂટિન વીડિયો સામે આવ્યો છે, દીપિકા પાદુકોણ સાથે. આ વીડિયોમાં તે એ જ ઘડિયાળ પહેરીને નજરે પડી રહ્યો છે. એ ઘડિયાળ જોઇને તેમની જિજ્ઞાસા જાગી ગઈ કે આ ઘડિયાળની કિંમત કેટલી હશે? સુપરસ્ટાર્સ સ્ક્રિપ્ટ સિવાય કોઈ પણ પર વસ્તુ રીપિટ કરે, જનતાના કાન ઊભા થઈ જાય છે. થયું જાણે એમ કે, દીપિકા પાદુકોણે પોતાની બ્યુટી બ્રાન્ડને પ્રમોટ કરવા માટે એક વીડિયો બનાવ્યો. તેમાં શાહરુખ ખાન અલગ-અલગ પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ ટ્રાય કરી રહ્યો છે.
મજેદાર વીડિયો છે. અહિ દીપિકા પોતાના બ્રાન્ડનું પ્રમોશન કરવા માગે છે, પબ્લિકની નજર આ બ્લૂ રંગની ઘડિયાળ પર અટકી છે. એક સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર કે કહીએ DietSabya. ફેશન વગેરે સાથે જોડાયેલી વસ્તુ પણ આ પેજ પર આવે છે. લોકોએ શાહરુખ ખાનની ઘડિયાળ જોઈને ડાયટ સબ્યાને તેની બાબતે પૂછવાની શરૂઆત કરી દીધી છે. ફાઇનલી ડાયટ સબ્યાએ લોકોના સવાલોનો જવાબ આપ્યો છે. તેણે આ વીડિયો ક્લિપમાંથી શાહરુખ ખાનની તસવીર શેર કરી છે. સાથે જ આ ઘડિયાળ બનાવનારી કંપનીની સત્તાવાર (શોપિંગ) વેબસાઇટનો સ્ક્રીનશૉટ પણ શેર કરી છે.
જે જોઈને લોકોની હવા ટાઇટ થઈ ગઈ. શાહરુખ ખાનની એ બ્લૂ રંગની ઘડિયાળની કિંમત 4.98 કરોડ રૂપિયા છે. અમે અહીં તમારી જાણકારી માટે તેનો સ્ક્રીનશૉટ શેર કરી રહ્યા છીએ. પછી અમે એ વેબસાઇટની ઘડિયાળની ઓરિજીનલ કિંમત ચેક કરવાનો પ્રયત્ન કર્યો. જાણવા મળ્યું કે એ ઘડિયાળની કિંમત જાણવા માટે તમારે અપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડશે. કારણ બતાવવું પડશે કે ઘડિયાળની કિંમત કેમ જાણવા માગો છો, પરંતુ ગૂગલ પર એ ઘડિયાળની કિંમત સરળતાથી ખબર પડી શકે છે. Chrono24 નામની વેબસાઇટ મુજબ તેની કિંમત 4.98 કરોડ રૂપિયા છે. અમે અહીં તમારી જાણકારી માટે સ્ક્રીનશૉટ લગાવી રહ્યા છીએ.
આ ઘડિયાળ Audemars Piguet નામની કંપનીની Royal Oak Perpetual Calendar વોચ છે. લિમિટેડ એડિશન છે. આ ઘડિયાળના કુલ 300 પીસ બનાવવામાં આવ્યા. જેમાંથી એક શાહરુખ ખાન પાસે છે. તેનું ફીચર એ છે કે તે વોટરપ્રૂફ છે. બ્રેસલેટ બ્લૂ સેરામિકથી બનેલી છે. તેની સાથે તેમાં કેલેન્ડર પણ છે. જે તમને સમયથી લઈને તારીખ, મહિનો અને લિપ યર બાબતે બતાવે છે. જો કે, તેનું સૌથી ખાસ ફીચર એ છે કે પહેરનારાને સમય બતાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp