અમારા જમાનામાં 'સીતા'ને લોકો ગળે પણ ન લગાવી શકતા, 'કિસ' તો દૂરની વાતઃ દીપિકા

કૃતિ સેનન તાજેતરમાં જ ફિલ્મ 'આદિપુરુષ'ના પ્રમોશન દરમિયાન વિવાદમાં ફસાઈ ગઈ હતી, જ્યારે ફિલ્મના નિર્દેશક ઓમ રાઉતે તેને મંદિર પરિસરમાં 'કિસ' કરી હતી. આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની દલીલ આપીને અભિનેત્રીને પણ ભારે ટ્રોલ કરવામાં આવી હતી.
મીડિયાના સૂત્રોએ આ મુદ્દે સીતાના પાત્રને અમર બનાવી દેનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા સાથે વાત કરી અને તેણે પણ આ ક્રિયાની નિંદા કરી હતી. દીપિકા કહે છે, 'મને લાગે છે કે, આજના કલાકારોની આ જ એક મોટી સમસ્યા છે, કે તેઓ ન તો પાત્રમાં પ્રવેશી શકે છે અને ન તો તેમની લાગણીઓને સમજી શકે છે. તેમના માટે રામાયણ તો માત્ર એક ફિલ્મ જ રહી હશે.
Tirumala, Andhra Pradesh:Pecks & flying kiss in TTD premises by Adipurush Actress Kriti Sanon and Director Om Raut.#KritiSanon #OmRaut #TirumalaTemple pic.twitter.com/S7XlCDyrKW
— rajni singh (@imrajni_singh) June 8, 2023
ભાગ્યે જ તેણે પોતાનો આત્મા તેમાં નાખ્યો હશે. એમ જુઓ તો, કૃતિ આજની પેઢીની અભિનેત્રી છે. આજના યુગમાં કોઈને ચુંબન કરવું કે ગળે લગાડવું એ એક મીઠી ચેષ્ટા માનવામાં આવે છે. તે પોતાની જાતને ક્યારેય સીતાજી સમજી જ શકી ન હશે. આ તો એક લાગણીની વાત છે, મેં તો સીતાનું પાત્ર જીવ્યું છે, જ્યારે આજકાલની અભિનેત્રીઓ તો તેને માત્ર એક રોલ સમજીને નિભાવે છે. ફિલ્મ કે પ્રોજેક્ટ પૂરો થયા પછી તેમને કોઈ ફરક પડતો હોતો નથી.'
દીપિકા આગળ કહે છે, 'હવે અમારા વિશે વાત કરીએ તો, અમારા સેટ પર કોઈની હિંમત નહોતી કે અમને નામથી બોલાવે. જ્યારે અમે અમારૂ પાત્ર ભજવતા હતા ત્યારે સેટ પરથી જ ઘણા લોકો આવીને અમારા પગને સ્પર્શ કરવા લાગતા હતા. એ જમાનો જ જુદો હતો. તે સમયે લોકો અમને એક્ટર નહોતા માનતા, તેઓ અમને ભગવાન જ માની બેઠા હતા. અમે તો કોઈને ગળે પણ લગાવી શકતા ન હતા. કિસ તો બહુ દૂરની વાત થઇ ગઈ. આદિપુરુષની રિલીઝ પછી, તેના બધા કલાકારો તેમના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ જશે અને કદાચ પાત્રને ભૂલી પણ જશે, પરંતુ અમારી સાથે આવું ક્યારેય બન્યું જ નથી. અમારી સાથે તો એવું વર્તન કરવામાં આવી રહ્યું હતું કે, જાણે અમે ભગવાન જ છીએ, જે ઉપરથી ક્યાંકથી આવીને આ દુનિયામાં જીવી રહ્યા છીએ. આ જ કારણ છે કે, અમે પણ એવું કંઈ નથી કર્યું જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે.
અહીં તમને બતાવી દઈએ કે, જ્યારે ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત તાજેતરમાં મંદિર પરિસરમાં કૃતિ સેનનને મળ્યા હતા, ત્યારે તેમણે અભિનેત્રીને ગળે લગાવીને 'કિસ' કરી હતી. આ વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. યૂઝર્સે એક્ટ્રેસને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ઘટના ગણાવીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp