પોતાના શરીરનો હિસ્સો રાંધીને ખાઈ ગઈ ઈન્ફ્લુએન્સર, લોકો રહી ગયા દંગ

તમારામાંથી ઘણા બધા લોકોને નોનવેજ ખાવાનું પસંદ હશે. પરંતુ, શું તમે ક્યારેય એવુ સાંભળ્યું છે કે, કોઈકે પોતાના જ બોડી પાર્ટને તળીને ખાઈ લીધો હોય. સાંભળામાં થોડું અજીબ લાગશે પરંતુ, આ એક હકીકત છે. એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે કંઈક આવુ જ કહીને પોતાના ફોલોઅર્સને ચોંકાવી દીધા છે. મહિલાનો દાવો છે કે, તેણે પોતાના ઘૂંટણના એક હિસ્સાને એક રોમેન્ટિક ડિનરમાં ખૂબ જ આનંદ લઈને ખાધો છે. મહિલાએ આવુ કરવા પાછળ અજીબ તર્ક પણ આપ્યો છે.

અહીં વાત થઈ રહી છે સ્પેનની ઈન્ફ્લુએન્સર પાઉલો ગોનૂની, જેને ઇન્સ્ટાગ્રામ પર બે કરોડ કરતા વધુ લોકો ફોલો કરે છે. તેણે યૂટ્યૂબ પર ક્લબ 113 પોડકાસ્ટ પર આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈન્ફ્લુએન્સે જણાવ્યું કે, ઘૂંટણમાં ઈજા થયા બાદ તેણે ઓપરેશન કરાવવું પડ્યું હતું. ત્યારે ડૉક્ટરોએ તેને પૂછ્યું હતું કે, શું તે meniscus (ઘૂંટણને જોડનારા હાડકાંની વચ્ચેનો મુલાયમ હિસ્સો) રાખવા માંગે છે. ત્યારબાદ પાઉલોએ તેને એક ડિશમાં લઇને ખાઇ લીધો હતો.

પાઉલોએ જણાવ્યું હતું કે, તેણે મેનિસ્કસને સેમ્પલ કલેક્ટ કરનારા એક પ્લાસ્ટિક કન્ટેનરમાં રાખ્યું હતું. મેનિસ્કસ ખરાબ ના થઈ જાય, એટલા માટે તેણે તેમા દારૂ પણ નાંખ્યો હતો. ઈન્ફ્લુએન્સરના જણાવ્યા અનુસાર, તેના એક અઠવાડિયા બાદ તેણે મેનિસ્કસનો પોતાના પાર્ટનરની સાથે એક રોમેન્ટિક ડિનરમાં લુફ્ત ઉઠાવ્યો. ઈન્ફ્લુએન્સરે એવુ કહીને પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો કે જ્યારે લોકો પ્રાણીઓના હાડકાં ખૂબ જ આનંદ લઇને ખાઈ શકે છે, તો પછી આ તો તેના જ શરીરનો હિસ્સો હતો.

પાઉલોનું કહેવુ છે કે, તેણે મેનિસ્કસને ખાઇને પાછું તેને પોતાના શરીરમાં નાંખી દીધુ છે. મહિલાના વિચિત્ર ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેની ટીકા કરી રહ્યા છે. જ્યારે, કેટલાક લોકોને ઉલ્ટી જેવી ફીલિંગ આવી ગઈ, તો ઘણા લોકોએ તેને અજીબ ગણાવ્યું હતું. એક યુઝરે લખ્યું છે, લાગે છે કે હવે મારે સોશિયલ મીડિયા પરથી સંન્યાસ લઇ લેવો જોઈએ. તેમજ એક અન્ય યુઝરનું કહેવુ છે કે, ક્યાંથી આવે છે આવા વિચિત્ર લોકો. એક અન્ય યુઝરે ઈન્ફ્લુએન્સરને સામો સવાલ કરીને પૂછ્યું હતું કે, શું તને તે ખાતી વખતે ઉલ્ટી ના થઈ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.