સની દેઓલના બંગલાને બચાવવા માટે લોન ચૂકવવામાં મદદ કરી રહ્યો છે અક્ષય? જાણો સત્ય

PC: boxofficeworldwide.com

સની દેઓલ આ સમયે પોતાની ફિલ્મ ‘ગદર 2’ને લઈને ચર્ચામાં બનેલા છે. તેની આ ફિલ્મ 10 દિવસોમાં 375 કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. એક તરફ કરિયરના હિસાબે સની દેઓલનો સમય ખૂબ સારો ચાલી રહ્યો છે. તો બીજી તરફ તેમના ઘરની હરાજીના સમાચારો સામે આવી રહ્યા હતા. સમાચારો આવી રહ્યા હતા કે, મુંબઈના જુહુ સ્થિત બંગલા માટે લીધેલી 56 કરોડની લોન ચૂકવી નથી. જેના કારણે બેન્કે એક્ટરને એક નોટિસ જાહેર કરી છે.

આ દરમિયાન વધુ એક સમાચાર સામે આવ્યા કે, અક્ષય કુમાર, સની દેઓલને તેમની લોન ચૂકવવામાં મદદ કરી રહ્યો છે. જો કે, એક્ટર તરફથી આ સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે. અક્ષય કુમારની ટીમે જણાવ્યું કે, તે સની દેઓલની લોન ચૂકવીને તેમનો બંગલો બચાવવામાં કોઈ મદદ કરી રહ્યું નથી. સમાચાર આવી રહ્યા હતા કે અક્ષય કુમારં સની દેઓલને 30-40 કરોડ આપી રહ્યા છે, જેનાથી તેઓ પોતાની લોન ચૂકવશે. હવે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા અક્ષય કુમારના ટીમ મેમ્બરે કહ્યું કે, આ બધા સમાચારો ખોટા છે.

જો કે, બેન્કે સની દેઓલને મોકલેલી નોટિસ પરત લઈ લીધી છે, બેંક ઓફ બરોડા (BOB)એ રવિવારે મુંબઈના જુહુમાં સની દેઓલના બંગલાની ઇ-ઓક્શન પર એક નોટિસ પ્રકાશિત કરી હતી. ત્યારબાદ સોમવારે બેંકે ટેક્નિકલી કારણોનો સંદર્ભ આપતા નોટિસ પરત લીધી હતી. રવિવારે બેંકની જે નોટિસ સામે આવી હતી, એ મુજબ બેન્કે ગાંધી ગ્રામ રોડ સ્થિત સની દેઓલ વિલાની હરાજી કરવાની હતી, જેથી એક્ટર પર ગયા વર્ષે 26 ડિસેમ્બરથી વ્યાજ અને મુદ્દલ સાથે લોન આપવાના બાકી 55.99 કરોડ રૂપિયાની ચૂકવણી કરી શકાય છે.

અક્ષય કુમાર સની દેઓલની મદદ કરી રહ્યો છે, એવા સમાચાર કેમ ફેલાયા તેની જાણકારીની ખબર ન પડી શકી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે બંને એક્ટર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર છવાઈ છે, એટલે એવા સમાચારો ફેલાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલ અને અક્ષય કુમાર આ સમયે પોત પોતાની ફિલ્મો ‘ગદર 2’ અને ‘OMG’ સાથે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. જ્યાં પંકજ ત્રિપાઠી અભિનીત ‘OMG 2’એ અત્યાર સુધી 113 કરોડ રૂપિયાની, તો ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર જોરદાર 375 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp