શાહરૂખ ખાનની ‘જવાન’ના એ 5 મુદ્દા, જે સરકાર સામે જ ઉઠાવે છે સવાલ

PC: twitter.com

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી રહી છે અને અત્યાર સુધીમાં 128 કરોડનું કલેક્શન થઇ ચૂક્યું છે. આ ફિલ્મની ચારે તરફ ચર્ચા છે અને બધા જુદા જુદા એંગલથી આ ફિલ્મને જોઇ રહ્યા છે. પરંતુ કેટલાંક લોકોનું માનવું છે કે આ ફિલ્મ વિપક્ષોની જેમ મોદી સરકાર પર સવાલો ઉઠાવવા માટે બનાવવામાં આવી છે, ખાસ કરીને 2024માં લોકસભાની ચૂંટણી પહેલા આ ફિલ્મ આવવી એ પણ એક ખાસ વાત છે.

‘જવાન’ ફિલ્મની એક્શન, ડિરેક્શન, ગ્લેમર, કલર, એક્ટિંગ અને VFX ઇફેક્ટની લોકો વાત કરી રહ્યા છે, તો કેટલાંકને રાજકીય એંગલ દેખાઇ રહ્યો છે.

જવાન’ ફિલ્મ કોઇ એક સ્ટોરી નથી, પરંતુ નાના નાના મુદ્દાઓનું એક પેકેજ બનાવવામાં આવ્યું છે. જેમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા છે તો જે રીતે વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રકાર કરતું રહે છે એ જ એજન્ડાને આ ફિલ્મમમાં આગળ વધારવામાં આવ્યા છે. એટલે આ ફિલ્મનું પોલિટિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મ ‘જવાન’માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સરકાર તેમના ખાસ માનીતા ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાની લોન માફ કરી દે છે. બીજી તરફ નાના લોકો અને ખેડુતોને હજારો રૂપિયાની લોન લેવી હોય તો પરેશાન કરવામાં આવે છે. બેંકો લોન આપવામાં ભેદભાવ કરે છે. એક કરોડપતિને ઓડી જેવી મોંઘી કાર માટે 8 ટકાના વ્યાજે લોન મળે છે તો ગરીબ ખેડુતને ટ્રેકટર પર લોન લેવી હોય તો 13 ટકા વ્યાજ વસુલવામાં આવે છે. ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિએ વિજ્ય માલ્યાનો રોલ નિભાવ્યો છે, જેની સરકારે 40 હજાર કરોડની લોન માફ કરવામાં આવે છે.

બીજો એક કેસ એવો છે જેની મીડિયામાં ભારે ચર્ચા થઇ હતી. 10 ઓગસ્ટ 2017ના દિવસે ગોરખપુરની બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં ઓક્સીજનના અભાવે ઇંસેફેલાઇટિસથી પીડિત 70થી વધારે બાળકોના મોત થયા હતા. જેની જવાબદારી મેડિકલ કોલેજના એક ડોકટર કફીલ ખાન પર ઢોળી દેવામા આવે છે. પરંતુ 2 વર્ષ પછી કોર્ટે તેમને આ કેસમાં મૂક્ત કરી દે છે. ફિલ્મમાં ડો. કફીલનું પાત્ર સાન્યા મલ્હોત્રા ભજવી રહી છે.

ત્રીજો મુદ્દો છે રક્ષા કૌભાંડનો. ફિલ્મમાં બતાવવામાં આવે છે કે પ્રધાનમંત્રી અને તેમના સહયોગીઓની મદદથી એક આર્મ્સ ડીલર ખરાબ હથિયારો સપ્લાય કરે છે અને તેને કારણે એક મિશનના મોટી સંખ્યામાં જવાનોના મોત થાય છે. વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસ છેલ્લાં ઘણા સમયથી રાફેલ ડીલ સામે મોદી સરકાર પર આક્ષેપ કરી રહી છે. એ વાત બતાવવામાં આવી છે.

ચોથો મુદ્દો શાહરૂખના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસનો જોડાયેલો માનવામાં આવે છે. ફિલ્મમાં શાહરૂખનો એક ડાયલોગ છે કે ‘બેટે સે હાથ લગાને સે પહેલે બાપ સે બાત કર’ એનો મતલબ લોકો એવો કાઢી રહ્યા છે કે આ આર્યનખાનની વાત છે, જેને ખોટી રીતે ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો હતો.

પાંચમો મુદ્દો એ છે કે શાહરૂખ ફિલ્મમાં લોકોને સમજાવી રહ્યો છે કે જ્યારે દુકાન પર તમે ખરીદી કરવા જાઓ છો ત્યારે અનેક સવાલો પુછો છો, પરંતુ 5 વર્ષ સરકાર ચાલવાની છે તે વિશે કોઇ સવાલ પુછતું નથી. ડર, પૈસા, સંપ્રદાય, જાતિ વગેરેથી ઉપર ઉઠીને સવાલ કરો, સમજી વિચારીને મત આપો. સવાલ કર્યા વગર કોઇને વોટ આપતા નહીં. ધર્મ અને જાતિના ચક્કરમાં આવીને તમારો કિંમતી મત બરબાદ કરતા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp