આથિયા શેટ્ટીના લગ્નના લહેંગાને બનતા લાગ્યા આટલા કલાક, જાણો શું છે તેમાં ખાસ

PC: instagram.com/klrahul

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. બંનેના લગ્નના સુંદર ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. આથિયાએ પોતાના આ ખાસ દિવસ માટે સુંદર લહેંગો પહેર્યો હતો. આથિયાએ લાઈટ ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો. જેને ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો હતો. આથિયાના આ લગ્નના જોડાને તૈયાર થવામાં લગભગ 10000 કલાક જેટલો સમય એટલે કે 416 દિવસો લાગ્યા હતા.

આથિયા શેટ્ટીએ પોતાના લગ્નમાં પારંપારિક લાલ રંગના લહેંગાના બદલે પેસ્ટલ કલરનો ચિકનકારી લહેંગો પસંદ કર્યો હતો. ડિઝાઈનરે આથિયા શેટ્ટીના આ લહેંગા પર બારીકાઈથી કામ કર્યું છે. આથિયાનો આ લહેંગો સંપૂર્ણ રીતે હાથથી બનાવવામાં આવ્યો છે. તેને હાથથી વણાટ કરવામાં આવ્યો છે અને રેશમમાં જરદોશી અને જાળીનું કામ સાથે કરવામાં આવ્યું છે.

ઘૂંઘટ અને તેનો દુપટ્ટો સિલ્ક ઓર્ગેન્ઝાથી બનેલો છે, આથિયાની ડિઝાઈનર અનામિકા ખન્નાનું કહેવું છે કે, આથિયા કમ્ફર્ટેબલ કપડાં પહેરવાનું પસંદ કરે છે આથી તેણે લહેંગામાં કેનકેન પણ લગાવડાવ્યું ન હતું. કેએલ રાહુલે પણ આથિયા સાથેની મેચિંગ શેરવાની પહેરી હતી. બંનેના જે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, તેમાં બંને ઘણા સુંદર લાગી રહ્યા છે. એક ફોટામાં કેએલ રાહુલ, આથિયાનું માથું ચૂમી રહ્યો છે, આ ફોટાને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલાવાળા ફાર્મ હાઉસમાં થયા હતા. પુત્રીના લગ્ન પછી સુનીલ શેટ્ટીએ બહાર આવીને મીડિયાના રિપોર્ટર્સ અને ફોટોગ્રાફરોનો આભાર માનીને તેમને મિઠાઈ વહેંચી હતી. તેમણે સસરા બનવા પર પણ ખુશી જાહેર કરી હતી. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2019ના વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

વર્ષ 2022માં તેમણે એકબીજા સાથેના પોતાન સંબંધને ઓફિશિયલ કર્યા હતા. બંનેએ સોશિયલ મીડિયામાં એકબીજા સાથેના ઘણા ફોટા અને વીડિયોઝ શેર કર્યા છે, જેમાંના ઘણા તેમના વેકેશનના છે તો તે ક્યાંક ડેટ પર ગયા હોય તેના છે.

બંનેની જોડીને ફેન્સ ઘણી પસંદ કરે છે. કેએલ રાહુલનો આથિયાના ભાઈ સાથે પણ ઘણો સારો સંબંધ છે. ઘણા ફોટામાં તેમનું બોન્ડિંગ સાફ જોવા મળે છે. જો આથિયાના કામની વાત કરીએ તો તેણે 2015માં 'હીરો' ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેના પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp