સુકેશ સાથે પ્રાઇવેટ જેટમાં ફરતી જેકલીને કહ્યું- તેણે મારું કરિયર બરબાદ કરી દીધું

PC: twitter.com

બોલિવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝ આજકલ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના મની લોન્ડ્રિંગ મામલાને લઈને ચર્ચામાં છે. આ મામલામાં ઈડીએ તેને પણ આરોપી બતાવી છે. હાલમાં જ એક્ટ્રેસે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ હતી અને આ દરમિયાન તેણે કેટલાંક ચોંકાવી દેનારા સ્ટેટમેન્ટ આપ્યા હતા. જણાવી દઈએ કે 15 નવેમ્બર 2022 ના જેક્લીનને મની લોન્ડ્રિંગ મામલામાં જામીન મળી ગયા હતા.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે જેક્લીને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટને કહ્યું હતું કે કોનમેન સુકેશ ચંદ્રશેખરે મારી ભાવનાઓ સાથે ખિલવાડ કર્યો છે અને મારા જીવનને નરક બનાવી દીધું છે. તેણે આગળ કહ્યું છે- સુકેશે મને ગુમરાહ કરી, મારા કરિયર અને મારી આજીવિકાને બરબાદ કરી દીધી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, જેક્લીન ફર્નાન્ડીઝે દાવો કર્યો છે કે તેને કહેવામાં આવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખર સરકારી અધિકારી છે. પિંકી ઈરાની(જેણે સુકેશ સાથે એક્ટ્રેસની મુલાકાત કરાવી હતી)એ મારા મેકઅપ આર્ટીસ્ટ શાન મુથાથિલને વિશ્વાસ અપાવ્યો હતો કે તે હોમ મિનિસ્ટ્રીનો અધિકારી છે.

જેક્લીને એ પણ દાવો કર્યો છે કે, તેણે(સુકેશ) જાતને સન ટીવીના માલિક તરીકે પોતાનું ઈન્ટ્રોડક્શન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે જે જયલલિતા તેના આન્ટી હતા. ચંદ્રશેખરે કહ્યું હતું કે તે તેનો ઘણો મોટો ફેન છે અને મને કહ્યું હતું કે મારે સાઉથ ઈન્ડિયાની પણ ફિલ્મો કરવી જોઈએ. ટીવીના માલિકના રૂપમાં તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ લાઈનમાં હતા. આપણે સાથે સાઉથની ફિલ્મો કરવા માટે કોશિશ કરવી જોઈએ. જેક્લીને ખુલાસો કર્યો હતો કે તે અને સુકેશ દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત કોલ અને વીડિયો કોલ પર વાત કરતા હતા. એક્ટ્રેસે કહ્યું કે, તે સવારે મારા શૂટ પહેલા, દિવસમાં અને ક્યારેક રાતે પણ તેને ઊંઘતા પહેલા ફોન કરતો હતો.

તેણે ક્યાંરેય નથી કહ્યું કે તે જેલમાંથી ફોન કરી રહ્યો છે અથવા જેલમાં છે. તે પડદાની પાછળ એક ખૂણામાંથી ફોન કરતો હતો અને બેકગ્રાઉન્ડમાં એક સોફો રહેતો હતો. રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસે દાવો કર્યો કે તેણે અને કોનમેન સુકેશે આખરે 8 ઓગષ્ટ 2021ના કોલ પર વાત કરી હતી અને તે દિવસ પછી તેણે તેની સાથે કોઈ કોન્ટેક્ટ કર્યો નથી. જેક્લીને કહ્યું હતું કે, મને પછી ખબર પડી કે તેને ગૃહ મંત્રાલય અને કાનૂન મંત્રાલયના વરિષ્ઠ સરકારી અધિકારીના રૂપમાં કામ કરવાના આરોપમાં પકડી લેવામાં આવ્યો હતો. જેક્લીને કહ્યું કે સુકેશ અને પિંકી હંમેશાં તેને દગો આપવાનો ઈરાદો ધરાવતા હતા. મને શેખરે બેવકૂફ બનાવી છે.

જ્યારે મને શેખરના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ અંગે ખબર પડી ત્યારે મને જાણ થઈ કે તેનું અસલી નામ સુકેશ છે. એક્ટ્રેસે આગળ દાવો કર્યો છે કે પિંકીને સુકેશના બેકગ્રાઉન્ડ અને દરેક વસ્તુ અંગે ખબર હતી પરંતુ તેણે પણ આ અંગે ક્યારેય ખુલાસો કર્યો ન હતો. જેક્લીને ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણે કેરળ જવાનું હતું તો સુકેશે તેને પોતાના પ્રાઈવેટ પ્લેનનો ઉપયોગ કરવા માટે કહ્યું હતું. તેણે કેરળમાં તેના માટે એક હેલિકોપ્ટર રાઈડનું પણ આયોજન કર્યું હતું.

તેણે કહ્યું કે, બે વખત જ્યારે હું તેને ચેન્નાઈમાં મળી હતી, ત્યારે તેના પ્રાઈવેટ જેટમાં સફર કરી હતી. ડિસેમ્બર,2021 થી જેક્લીન 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં સામેલ થવાના કારણે સવાલોના ઘેરામાં છે. ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે એક્ટ્રેસની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. ઓગષ્ટ 2022માં ઈડીએ કોનમેન સુકેશ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડીઝને પણ આરોપી જાહેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp