થલાઈવાનો છવાયો જાદુ, ફિલ્મ ‘જેલર’ જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

PC: filmibeat.com

જેલરનું ફર્સ્ટ રિવ્યૂ સામે આવી ચૂક્યું છે અને ફેન્સ રજનીકાંતના ભરપેટ વખાણ કરી રહ્યા છે. ફિલ્મને જોવા માટે લોકોની લાઇન લાગી ચૂકી રહી છે. રજનીકાંત માટે લોકો હંમેશાં જ ક્રેઝી રહ્યા છે. ફિલ્મ બાબતે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનું રીએક્શન આપ્યું છે. એક્ટરને પસંદ કરનારાઓએ ફિલ્મનો ફર્સ્ટ શૉ જોયો અને પોતાના ઑપિનિયન શેર કર્યા છે. માત્ર કેટલાક લોકોએ જ ફિલ્મના પહેલા ભાગથી ફરિયાદ કરી. ફિલ્મની કહાની રાજનીકાંતની આસપાસ જ ફરે છે. મુથૂવલ પંડિયન એક સખત, પરંતુ હમદર્દી દેખાડનારો  પોલીસકર્મી છે.

તેમની જેલમાં એક કુખ્યાત કેદી છે, જેને જેલથી ભગાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેના માટે દુશ્મન રજનીકાંતના દીકરાને પરેશાન કરીને દવાબ નાખે છે. રજનીકાંત આ ફિલ્મમાં એક એવા પિતાની ભૂમિકામાં છે જેમણે પોતાના દીકરાને સત્યના માર્ગે હંમેશાં ચાલવા પ્રેરિત કર્યો છે, પરંતુ ત્યારબાદ તેને એવા રાજ બાબતે ખબર પડે છે જેનાથી તે પોતે દંગ રહી જાય છે. ફર્સ્ટ શૉ જોયા બાદ લોકોએ ટ્વીટર પર પોતાના ઑપિનિયન પોસ્ટ કર્યા અને જણાવ્યું કે ફિલ્મ કેવી છે.

ફેન્સના જણાવ્યા મુજબ ફિલ્મ ખૂબ દમદાર છે. આ બ્લોકબસ્ટર સાબિત થશે અને ધમાકેદાર કમાણી કરશે. રજનીકાંત હંમેશાંની જેમ જ છવાઈ ગયા છે. ફિલ્મની કહાની પણ શાનદાર છે. વિનાયક, રામ્યા, યોગી બધાએ શાનદાર કામ કર્યું છે. એક યુઝરે ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર આપ્યા છે.

અન્ય એક યુઝરે ફિલ્મને પોઝિટિવ અને નેગેટિવ બે ભાગોમાં વહેચી અને જણાવ્યું કે ફિલમાં શું સારું છે, શું નહીં. યુઝરે લખ્યું કે, 1. સુપરસ્ટાર રજનીકાંત 2. કોમેડી સીન્સ 3. પાસ્ટના સીન્સ અને ફ્લેશબેક 4. સુપરસ્ટારના કેમિયો 5. ફિલ્મનું બેકગ્રાઉન્ડ અને મ્યૂઝિક 6. ફિલ્મનું સ્ક્રીનપ્લે. યુઝર મુજબ ફિલ્મનો નેગેટિવ પાર્ટ માત્ર ફિલ્મનો પહેલો હિસ્સો છે જે થોડો સ્લો છે.

યુઝર્સ મુજબ, કુલ મળીને જેલર થલાઈવાની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે. નેલ્સને કિંગની જેમ વાપસી કરી છે. ક્લાઇમેક્સ જોરદાર છે. તમને પોતાની ટિકિટના પૈસાઓ પર અફસોસ નહીં થાય. ઇન્ટરવલ બાદના સીન સૌથી શાનદાર છે. જો કે, લોકો મુજબ, રજનીકાંત જ છવાયેલો છે. મોહનલાલ, જેકી શ્રોફ, શિવ રાજકુમાર જેવા સ્ટારનો કેમિયોની કહાની મહત્ત્વનો હિસ્સો છે. ફિલ્મમાં તમન્ના ભાટિયાએ ખૂબ નિરાશ કર્યા છે. તે ફિલ્મમાં પાત્ર એક શૉ પીસની જેમ આવી છે તો ફિલ્મના બાકી એક્ટર્સનું પ્રદર્શન ઠીકઠાક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp