એસએસ રાજામૌલીને મળ્યા 'અવતાર'ના ડિરેક્ટર જેમ્સ કેમેરોન, કહી આ ખાસ વાત

PC: ragalahri.com

સાઉથના ડિરેક્ટર એસ એસ રાજામૌલીની રામ ચરણ અને જુનિયર NTR સ્ટારર ફિલ્મ RRRએ આખી દુનિયામાં પોતાનો પરચમ લહેરાવી દીધો છે. ફિલ્મને રીલિઝ થયાના એક વર્ષ થવાનું છે પરંતુ તેનો જાદુ હજુ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ મળ્યા પછી હવે ફરીથી ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજામૌલી ચર્ચામાં છે.

જેમાં ફિલ્મે હોલિવુડના સૌથી સફળ ડિરેક્ટરમાંના એક જેમ્સ કેમેરોનનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જેમ્સ કેમેરોને એસએસ રાજામૌલી સાથે ન માત્ર મુલાકાત કરી પરંતુ તેમના વિઝન, તેમની જીનિયસ સ્ટોરી ટેલિંગ અને તેમના ઈમોશન્સ ભરેલા પાત્રોના વખાણ કર્યા હતા.

એસએસ રાજામૌલીની સાથે પોતાની વાતચીત દરમિયાન જેમ્સ કેમેરોને કહ્યું હતું કે, પોતાના પાત્રોને જોવા એક એહસાસ છે અને તમારું સેટઅપ આગ, પાણી, સ્ટોરી, એક પછી એક રેવેલેશન, પછી તેઓ જે કરી રહ્યા છે તેની બેકસ્ટોરી પર આગળ વધી રહી છે, ટ્વિસ્ટ અને ટર્ન અને મિત્રતા. આ ઘણું પાવરફુલ છે. હું આ ફેક્ટને પ્રેમ કરું છું કે તમે બધી વસ્તુને સાથે દેખાડી, આ એક ફુલ શો છે.. મને ઘણો પસંદ આવ્યો છે.

હું માત્ર તેને પ્રાઈડ અને પાવરની કલ્પના કરી શકું છું, જે તમારા દેશ અને તમારા દર્શકોને મહેસૂસ થાય છે. તમારે દુનિયાના ટોપ પર હોવું મહેસૂસ કરવું જોઈએ. રાજામૌલીએ પણ જેમ્સ કેમેરોન સાથેની મુલાકાત અંગેના પોતાનો અનુભવ ટ્વિટર પર શેર કરી ફોટા મૂક્યા છે. તેમણે જેમ્સ કેમેરોને પૂરી 10 મિનિટ સુધી તેમની સાથે વાત કરી તે બદલ તેમનો આભાર માન્યો છે.

ફિલ્મ અંગે વાત કરવા સિવાય કેમેરોનની પત્નીએ ખુલાસો કર્યો હતો કે તેમણે એક વખત નહીં પરંતુ બે વખત ફિલ્મ જોઈ છે. 'અવતાર' અને 'ટાઈટેનિક'ના નિર્દેશકે એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ પર એસએસ રાજામૌલીની સાથે પાર્ટનરશીપ કરવાનું આમંત્રણ પણ આપ્યું છે. જેમ્સ કેમેરોને આગળ કહ્યું હતું કે, જો તમે ક્યાંરેય પણ અહીં ફિલ્મ બનાવવા ઈચ્છો તો.. લેટ્સ ટોક.. એસએસ રાજામૌલીની RRRને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ભારતનો પહેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ પણ મળ્યો છે. આ સિવાય 28મા ક્રિટિક્સ ચોઈસ ઓફ એવોર્ડ્સમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મમાં એવોર્ડ જીત્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp