શાહરુખ ખાન કરતા વધારે બિન સાંપ્રદાયિક વ્યક્તિ કોઈ નથીઃ જાવેદ અખ્તર

PC: wikimedia.org

સ્ટોરી ટેલર, લેખક, ગીતકાર અને કવિ દાવેદ અખ્તરે સોમવારે એક સાહિત્યિક બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં તેમણે પોતાના કામની ચર્ચા કરી હતી. સાથે જ તેમણે પોતાની લાઈફના કેટલાંક કિસ્સા શેર કર્યા હતા અને પોતાની મહાન કૃતિ વક્તની કેટલીક પંક્તિઓ વાંચીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાથે જ તેમણે બોલિવુડમાં ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડ અંગે પણ વાતો કરી હતી. જાવેદ અખ્તરે કહ્યું હતું કે, બોલિવુડ સંસ્કૃતિનો બહિષ્કાર નહીં ચાલે. આ કોઈ ખાસ ધ્યાન આપવા જેવી બાબત નથી. તેમણે આગળ કહ્યું હતું કે શાહરુખ ખાન માટે જે પણ વાતો થઈ રહી છે તે અકદમ બકવાસ છે. તેના જેટલો ધર્મ નિરપેક્ષ વ્યક્તિ કોઈ નથી. મેં તેના ઘરનો માહોલ જોયો છે, તે કેવી રીતે રહે છે અને કયા તહેવારોમાં સામેલ થાય છે.

કોલકાતામાં પોતાના રહેવા અંગે વાત કરતા જાવેદ અખ્તરે કહ્યું હતું કે કોલકાતા કેવી રીતે દેશના અન્ય શહેરોથી અલગ છે. કોલકાતાના લોકો સ્વભાવથી સરળ પરંતુ બૌદ્ધિક રૂપથી ઘણા જટિલ છે. તેમણે કહ્યું હતું કે તેઓ દર વર્ષે આયોજિત થતા આ બોઈ મેળામાં આવે છે. હું નાસ્તિક છું અને તે જ એકમાત્ર મારું તીર્થ છે. આ મેળામાં ગમે ત્યારે આવો લોકો તમને જોવા મળશે.

ગુલઝારની એક હાલની ક્લિપ પર પ્રતિક્રિયા આપતા તેમને ગીત એક લડકી કો દેખા અંગે પૂછવામાં આવ્યું હતું, જેની વાત કરતા તેમણે કહ્યું હતું કે કેવી રીતે તેમણે ફિલ્મના કલાકારોની સામે થોડા સમયની અંદર ગીત લખ્યું હતું. તે ગીતને જોડવાનો વિચાર મારો હતો. ફિલ્મના આ સીનમાં હીરો-હીરોઈન એકબીજાને મળ્યા હોતા નથી. વિનોદ ચોપરાએ મને ગીત લખવા માટે કહ્યું અને પછી મળશું એવી વાત કરી હતી. પરંતુ સમય જતા હું આ વાત ભૂલી ગયો હતો.

પછી અચાનક તેમનો મને મળવા માટે કોલ આવ્યો. 4 વાગ્યે તેમને મળવાનું હતું અને 3 વાગ્યે મને એક રિમાઈન્ડર કોલ આવ્યો. જ્યારે હું પહોંચ્યો તો આરડી બર્મન, અનુલ કપૂર અને અન્ય લોકો ત્યાં હાજર હતા. મેં તેમની પાસે જઈને ગીતની પહેલી લાઈન એક લડકી કો દેખા હશે એમ કહ્યું અને કહ્યું કે આખું ગીત એક ઉપમા હશે. આરડી બર્મને મને પહેલું પદ ત્યાં જ લખવા માટે કહ્યું કારણ કે તેમને ખબર છે કે હું જલદીથી લખી શકું છું. મેં તેમને પહેલું પદ લખીને આપ્યું, તેમણે તેને વગાડ્યું અને પછી મેં આગળના બે છંદ લખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp