ધર્મેન્દ્રને કિસ કરવા પર શબાના આઝમીના પતિ જાવેદ અખ્તરનું કંઇક આવું હતું રિએક્શન

દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી અને ધર્મેન્દ્ર કરણ જોહરની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'માં સાથે જોવા મળ્યા છે. આ ફિલ્મમાં આ બંને કલાકારોએ કિસિંગ સીન પણ આપ્યો છે. શબાના પોતાના કિસિંગ સીન પર મળી રહેલા રિસ્પોન્સથી હેરાન છે. તેણે કહ્યું કે, અમે ક્યારેય વિચારેલું નહીં કે આટલો હંગામો થશે.

ફિલ્મમાં એક સીનમાં જ્યારે બે પાત્રો વર્ષો પછી ફરી એકવાર મળે છે તો બંને એકબીજાને કિસ કરે છે. આ સીન ચર્ચાનો વિષય બન્યો છે. શબાના અને ધર્મેન્દ્ર માટે આ ફિલ્મ પહેલી નથી. તેમણે આ પહેલા સઇ પરાંજપેની 1983ની ફિલ્મ 'બિચ્છૂ' માં સાથે કામ કર્યું હતું પણ તે ફિલ્મ બંધ થઇ ગઇ હતી.

એક ઈન્ટરવ્યૂમાં શબાના આઝમી કહે છે કે, જ્યારે અમે કિસ કરીએ છીએ તો લોકો હંસે છે અને ચીયર કરે છે. શૂટિંગ સમયે આ ક્યારેય મુદ્દાનો વિષય નહોતો. આ હકીકત છે કે મેં પહેલા સ્ક્રીન પર વધારે કિસ કરી નથી. પણ કોણ ધર્મેન્દ્ર જેવા હેન્ડસમ પુરુષને ચૂમવા ન ઈચ્છે?

અદાકારા કહે છે કે, તેમના પતિ જાવેદ અખ્તર કિસિંગને લઇ પરેશાન નહોતા. પણ અન્ય એક વાતે તેમને આશ્ચર્યમાં મૂક્યા. વાત એ છે કે, પોતાના પતિ જાવેદ અખ્તર સાથે શબાના જ્યારે આ ફિલ્મ જોઇ રહી હતી તો તે સમયે શબાના ખૂબ ચીયર કરી રહી હતી.

શબાનાએ કહ્યું, જે વસ્તુએ તેમને પરેશાન કર્યા એ મારો ઉપદ્રવી વ્યવહાર હતો. આખી ફિલ્મ દરમિયાન હું તાળીઓ વગાડી રહી હતી, સીટી મારી રહી હતી. ઉત્સાહ વધારી રહી હતી અને બૂમો પાડી રહી હતી. જેના પર જાવેદ અખ્તર બોલ્યા, હું મારી બાજુમાં બેસેલી આ મહિલાને નથી ઓળખતો.

આ પહેલા, ફિલ્મ નિર્માતા કરણ જોહરે શબાના અને ધર્મેન્દ્રની વચ્ચે કિસિંગ સીન વિશે ખુલાસો કર્યો હતો. કરણ જોહરે કહ્યું હતું કે, શબાના જી એક ક્લાસ અભિનેત્રી છે. કિસિંગ સીનને લઇ કોઇ પરેશાની નહોતી. કોઇ સવાલ નહોતો. ધરમજીએ પણ કહ્યું કે, હા ઠીક છે. કરવાની છે, ઠીક છે. આ બે મહાન દિગ્ગજ કલાકારો છે. જે સંપૂર્ણ આત્મવિશ્વાસની સાથે અભિનય કરી રહ્યા હતા. કોઈપણ સવાલ પૂછવામાં આવ્યો નહીં. તેમને ફિલ્મી પરદા પર જોવા ગૌરવની વાત હતી.

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ગયા અઠવાડિયે રીલિઝ થઇ હતી. અત્યાર સુધીમાં ફિલ્મે 60 કરોડનુ કલેક્શન કર્યું છે. બોક્સઓફિસ પર ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. એ દિલ હે મુશ્કિલના 7 વર્ષ પછી કરણ જોહરે ડિરેક્ટરના રૂપમાં વાપસી કરી છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.