ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી પર ગુસ્સે થયા જાવેદ અખ્તર, જુઓ શું બોલ્યા

PC: bollywoodbubble.com

ભૂતકાળમાં છોકરીઓ માટે ઓછી ઉંમરમાં લગ્ન કરવા અને 17 વર્ષની ઉંમર અગાઉ પોતાના પહેલા સંતાનને જન્મ આપવાની વાત સામાન્ય હતી. ગુજરાત હાઇકોર્ટના એક ન્યાયાધીશે બુધવારે આ ટિપ્પણી કરી. કેસ સગીર સાથે જોડાયેલો હતો બળાત્કાર પીડિતાની પ્રેગનેન્સીને સમાપ્ત કરવાની મંજૂરી માટે અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશે આ વાત કહી હતી. ન્યાયાધીશે વકીલને આ બાબતે મનુસ્મૃતિ વાંચવાનું પણ નિવેદન આપ્યું. જજ દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલથી ડૉક્ટર્સ પાસેથી મંતવ્ય માગવામાં આવ્યા છે કે શું સગીરા અને બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા પીડિતા 7 મહિનાના સંતાન સાથે ગર્ભપાત કરવો ઉચિત છે?

હવે આ કેસમાં લેખક, કવિ જાવેદ અખ્તરે પણ પોતાની વાત રાખી છે. જાવેદ અખ્તરે ટ્વીટર પર લખ્યું કે, ગુજરાત હાઇ કોર્ટના એક ન્યાયાધીશે 17 વર્ષ કરતા ઓછી ઉંમરની બળાત્કારની પીડિતાને જ્ઞાન આપ્યું કે મનુસ્મૃતિ અનુસાર એ યોગ્ય છે કે એક છોકરી 17 વર્ષની ઉંમરમાં માતા બની જાય. મને આશ્ચર્ય છે કે શું રાષ્ટ્રીય મહિલા આયોગે તેની બાબતે કંઈ કહેવું નથી? જાવેદ અખ્તરના ટ્વીટ પર સામાન્ય લોકો પણ પોતાના વિચાર રાખી રહ્યા છે.

આ કેસમાં કોર્ટે પીડિતાની સ્થિતિ જાણવાની માગ કરી છે અને તેના પર એક મંતવ્ય માગ્યા છે કે શું કોર્ટ દ્વારા ગર્ભપાતનો આદેશ આપવા પર તેનો ગર્ભપાત કરવો ઉચિત છે? કોર્ટે આગામી સુનાવણી 15 જૂનના રોજ કરવાનો નિર્ણય લીધો છે. જજે એમ પણ કહ્યું કે, જો એમ થાય છે તો બાળકની દેખરેખ કોણ કરશે? શું કોઈ કોર્ટ કોઈ બાળકની હત્યાની મંજૂરી આપી શકે છે જો તે જીવતું જન્મ્યું. જજે વકીલને પૂછ્યું કે, કોર્ટ સમાજ કલ્યાણ વિભાગના અધિકારી પાસે પણ પરામર્શ કરવાનો ઇરાદો રાખે છે.

તેમણે કહ્યું કે, તમે પણ દત્તક લેવાના ઑપ્શન શોધવાની શરૂઆત કરો. જજે વકીલને કહ્યું કે, જો બાળક અને માતાની સ્થિતિ સારી છે તો કોર્ટ ગર્ભપાતની મંજૂરી નહીં આપી શકે. આ કેસમાં બાળક 1.27 કિલોનું હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સગીર છોકરીની ઉંમર માત્ર 16 વર્ષ અને 11 મહિના છે. તેની સાથે દુષ્કર્મ થયું હતું. જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ. હાલમાં તે 7 મહિનાની ગર્ભવતી છે. તેના પિતાનું કહેવું છે કે, તેને એ વાત 7માં મહિને ખબર પડી. ત્યારબાદ તેણે ગુજરાત હાઇ કોર્ટમાં ગર્ભ પાડવાની માગ કરી છે. સાથે જ તેના પર જલદી જ સુનાવણી થશે કેમ કે સગીરની ડિલિવરીની સંભવિત તારીખ 18 ઓગસ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp