'જવાન'ની બીજા વિકેન્ડની કમાણી 800 કરોડને પાર, પરંતુ 'ગદર 2'નો આ રેકોર્ડ ન તૂટ્યો

સુપરસ્ટાર શાહરૂખ ખાન આ વર્ષે સિનેમાપ્રેમીઓને સતત ખુશીઓ આપી રહ્યો છે. વર્ષની શરૂઆતમાં તેણે બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ 'પઠાણ' આપી હતી. હવે શાહરૂખ પોતાની નવી ફિલ્મ 'જવાન' સાથે 'પઠાણ'ને પાછળ છોડવા તૈયાર છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ સતત સારી કમાણી કરી રહી છે.

'જવાન'એ પ્રથમ સપ્તાહમાં જ ભારતમાંથી 390 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. જ્યારે તેનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન 700 કરોડની નજીક પહોંચી ગયું હતું. બીજા વીકએન્ડમાં શાહરૂખની ફિલ્મે ફરી એકવાર જોરદાર ઉછાળો મેળવ્યો અને 3 દિવસમાં ફરી એકવાર મજબૂત કમાણી કરી. પહેલા જ અઠવાડિયામાં 2023ની બીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગયેલી 'જવાન' નવા વીકએન્ડમાં ઝડપથી 'પઠાણ'ના રેકોર્ડ તરફ આગળ વધી રહી છે.

શાહરૂખની ફિલ્મે તેના બીજા રવિવારે જોરદાર કમાણી તો કરી હતી, પરંતુ હજુ પણ 'ગદર 2'ના રેકોર્ડને સ્પર્શી શકી નથી. આવો અમે તમને જણાવીએ કે, શાહરૂખની ફિલ્મે બીજા વીકએન્ડમાં બોક્સ ઓફિસ પર કઇ અજાયબીઓ કરી અને કયો રેકોર્ડ ચુકી ગઈ...

બીજા શુક્રવારે શાહરૂખની ફિલ્મે 19 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. પરંતુ શનિવારે ફિલ્મ માટે 65 ટકાનો મજબૂત ઉછાળો આવ્યો અને ફિલ્મે 10મા દિવસે લગભગ 32 કરોડ રૂપિયાની કમાણી કરી. હવે ટ્રેડ રિપોર્ટ્સ સૂચવે છે કે 'જવાન'એ શનિવાર કરતાં રવિવારે વધુ કમાણી કરી છે. તેના બીજા રવિવારે, ફિલ્મે 35-37 કરોડ રૂપિયાની વચ્ચે કલેક્શન કર્યું છે. બીજા વીકએન્ડમાં 'જવાન'એ ભારતમાં 86 કરોડ રૂપિયાથી વધુ નેટ કલેક્શન કર્યું છે. શાહરૂખની ફિલ્મે સતત બીજા વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

બીજા રવિવારે ફિલ્મની કમાણી નક્કી કરે છે કે, તેનું જીવનકાળનું કલેક્શન કેટલું સારું રહેશે. સની દેઓલની 'ગદર 2'નું બીજા રવિવારે સૌથી મોટું કલેક્શન છે. 'ગદર 2' એ આ દિવસે 39 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. આ પછી આવે છે 'બાહુબલી 2' જેનો બીજો રવિવાર 34.5 કરોડ રૂપિયા લઈને આવ્યો હતો. બીજા રવિવારે 'જવાન' દ્વારા કરવામાં આવેલા કલેક્શનમાં હિન્દી વર્ઝનની કમાણી 34-35 કરોડ રૂપિયા છે. એટલે કે આ મામલે 'ગદર 2'ની પાછળ છે શાહરુખની ફિલ્મ 'જવાન'.

હિન્દી ફિલ્મોમાં બીજા વીકેન્ડની સૌથી મોટી કમાણી પણ 'ગદર 2'ના નામે છે. સનીની ફિલ્મે તેના બીજા વીકએન્ડમાં 90 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. જ્યારે 'બાહુબલી 2'ના હિન્દી વર્ઝને બીજા વીકએન્ડમાં અંદાજે 81 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'જવાન'નું બીજું વીકેન્ડ કલેક્શન આ બંને વચ્ચે હશે. અંતિમ આંકડામાં 'જવાન'નું સેકન્ડ વીકએન્ડનું હિન્દી કલેક્શન 83 કરોડની આસપાસ જોવા મળશે.

શાહરૂખની ફિલ્મ સતત બીજા સપ્તાહે ટોપ 3 વૈશ્વિક ફિલ્મોમાં સામેલ રહી. કોમસ્કોરના આંકડા દર્શાવે છે કે, ગયા સપ્તાહના અંતમાં 'જવાન'એ વિશ્વભરમાં 17.7 મિલિયન ડૉલર (રૂ.147 કરોડ) કરતાં વધુ કલેક્શન કર્યું છે. શાહરુખની ફિલ્મ બે મોટી હોલીવુડ ફિલ્મો 'ધ નન' (44.8 મિલિયન ડૉલર) અને 'અ હોન્ટિંગ ઇન વેનિસ' (37 મિલિયન ડૉલર) પછી વૈશ્વિક બોક્સ ઓફિસ પર ત્રીજા સ્થાને રહી.

'જવાન'એ વિદેશમાંથી 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. 11 દિવસમાં શાહરૂખની ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 850 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. 'પઠાણ' 1053 કરોડના ગ્રોસ કલેક્શન સાથે આ વર્ષની સૌથી મોટી ભારતીય ફિલ્મ છે. જે ઝડપે 'જવાન' કમાણી કરી રહ્યું છે તે ઝડપથી તો તે 'પઠાણ'ને પાછળ છોડી દેશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.