
જયા બચ્ચન પોતાના સખત મિજાજ માટે જાણીતા છે. તેમણે ઘણી વખત એમ કહ્યું છે કે તેમની મંજૂરી વિના તસવીર ખેચવાનું જરાય પસંદ નથી. એમ ઘણી વખત નજરે પડ્યું છે કે જયા પેપરાજી પર નારાજ થતા નજરે પડ્યા, પરંતુ ફરી એક વખત મંગળવારે એક વ્યક્તિએ એવી હિમત કરી દીધી અને પછી જયા બચ્ચન ગુસ્સામાં આવી ગયા. એક્ટ્રેસ ઇન્દોરમાં પોતાના એક્ટર પતિ અમિતાભ બચ્ચન સાથે પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર કોઇએ તેમની તસવીર ક્લિક કરી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જ્યાં જયા બચ્ચન એક વ્યક્તિને તસવીર ખેચવા માટે ના પડતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં જયા બચ્ચનનું ફૂલો સાથે સ્વાગત કરવામાં આવે છે. ત્યારે એક્ટ્રેસ કોઇ અજાણા વ્યક્તિ વીડિયો બનાવતો નજરે પડે છે. જયા બચ્ચન કહે છે પ્લીઝ મારી તસવીર ન ખેચો. ન લો મારી તસવીર. જયા બચ્ચન બે વખત કહે છે, પરંતુ એ વ્યક્તિ માનતો નથી. પછી તેઓ કહે છે કે તમને અંગ્રેજી સમજ આવતી નથી કે શું?
વીડિયો બનાવી રહેલા આ વ્યક્તિને બીજો વ્યક્તિ સાઇડ કરી દે છે અને કહે છે ના પાડી હતી ને. ત્યારે જયા બચ્ચાંનો અવાજ આવે છે. તેઓ કહે છે કે એવા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવા જોઇએ. જોત જોતમાં જયા બચ્ચનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. જયા બચ્ચનનું આ પ્રકારે એક ફેન પર ગુસ્સો કાઢવો યુઝર્સને પસંદ આવી રહ્યો નથી. પેપરાજી અકાઉન્ટ પર પોસ્ટ વીડિયો પર યુઝરે કમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું ‘હિટલર દીદી.’ તો અન્ય એક યુઝરે લખે છે તમે તેમનો ફોટો લો જ કેમ છો, જ્યારે તેઓ ના પાડે છે. વધુ એક કમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ હંમેશાં જ આવી રીતે રીએક્ટ કરે છે. ખેર લોકો ભલે જે કહે, જયા બચ્ચન હંમેશાં જ પેપરાજી અને પૂછ્યા વિના તસવીર લેનારા લોકો પર ગુસ્સો કાઢતા આવ્યા છે. જયા બચ્ચને પોતાની પુત્રી નવ્યા નવેલીના પોસ્ટકાસ્ટ પર પણ કહ્યું હતું કે મને જરાય પસંદ નથી કે કોઇ મને પૂછ્યા વિના તમારી પર્સનલ સ્પેસમાં એટેક કરી દે. એવા ફોટોગ્રાફર્સથી હું ખૂબ જ નફરત કરું છું. જે તમારી પર્સનલ સ્પેસમાં ભરાઇને પોતાનું પેટ ભરે. હું એવા લોકોને નફરત કરું છું. હું હંમેશાં તેમને કહું છું, તમને શરમ આવતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp