અસિત મોદીનો પક્ષ લેવા પર 'ભિડે' પર ગુસ્સે થઈ જેનિફર, અભિનેતા વિશે કર્યા આ ખુલાસા

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ દિવસોમાં ચર્ચામાં છે. કારણ શોની વાર્તા નથી, પરંતુ અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી અને બાકીના પ્રોડક્શન સભ્યો સોહેલ રામાણી અને જતીન બજાજ પર લગાવેલા આરોપો છે. જેનિફરે છેલ્લા 15 વર્ષથી શોમાં રોશન સિંહ સોઢી બનીને લોકોનું મનોરંજન કર્યું હતું, પરંતુ મેકર્સના ગેરવર્તણૂકને કારણે તેણે હવે શો છોડી દીધો છે. 

દરમિયાન, જેનિફરે આ શોમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવાડકરની પણ આકરી ટીકા કરી હતી. અસિત મોદીનો પક્ષ લેવા બદલ જેનિફરે મંદારને ફટકાર લગાવી. મંદારે જેનિફર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જેનિફરે તેની સાથે જોડાયેલી કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે. 

મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફરે જણાવ્યું કે, જ્યારે તેણે સોહેલ રામાણીને ડ્રાફ્ટ ફરિયાદ મોકલી ત્યારે મંદાર તેને ફોન કરનાર પ્રથમ વ્યક્તિ હતો. જેનફિરે કહ્યું કે, પ્રોડક્શન ટીમમાંથી કોઈ પણ તેની તરફેણમાં બોલશે નહીં, પરંતુ તે જેને તેનો શ્રેષ્ઠ મિત્ર માનતી હતી (મંદાર ચાંદવાડકર) તેણે જ તેને ટેકો આપ્યો ન હતો. 

અભિનેત્રીએ કહ્યું, “હું દર વર્ષે તેના જન્મદિવસ પર પોસ્ટ શેર કરતી હતી. તે મારો ગાઢ મિત્ર હતો, પણ મને એ જોઈને નવાઈ લાગે છે કે, તે કહે છે કે મેં આ બધું કેમ કર્યું, જ્યારે તે આખી સત્ય હકીકત જાણે છે. મંદારે પણ સેટ પર પુરુષવાદી વાતાવરણ હોવાનો પણ ઇન્કાર કર્યો હતો. સૌ પ્રથમ, તે પોતે એક પુરુષ છે, તેથી તે આવી કોઈપણ વસ્તુનો ઇન્કાર કરશે જ. જ્યારે, તે સારી રીતે જાણે છે કે હું સાચું કહું છું. સોનાલિકા, અંબિકા રંજનકર અને મંદાર, અમે બધા સારા બોન્ડિંગ શેર કરીએ છીએ. મંદાર દરેક વાત જાણે છે. 

જેનિફર ત્યાં અટકી ન હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે સોહેલ રામાણીને 4 એપ્રિલે ફરિયાદ મોકલી, ત્યારે મંદારને આ વાતની જાણ થતાં સૌ પ્રથમ ફોન તેણે જ કર્યો હતો. મંદારે છ વાર ફોન કર્યો અને કેટલાય મેસેજ પણ કર્યા. જ્યારે આ વિશે વાત કરવામાં આવી, તો તેણે કહ્યું કે, તેને સોહેલ પાસેથી ખબર પડી કે, તેણે મેકર્સ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરવાની યોજના બનાવી છે. આખરે તે આવું કેમ કરી રહી છે? 

મંદારે આટલું કહેતાં જ તે તેના પર ગુસ્સે થઈ ગઈ, અને તેને તેના આ મામલાથી દૂર રહેવાની સલાહ આપી. 'તારક મહેતા...'એ કહ્યું કે, તેણે મંદારને સ્પષ્ટ કહ્યું કે, જો તે તેને સાથ ન આપી શકે તો તેણે જૂઠું પણ ન બોલવું જોઈએ. તેણીએ આ આખા મામલામાં મંદારનું નામ ન લીધું હોત, જો તે તેની વિરુદ્ધ બોલ્યો ન હોત. શું થઈ રહ્યું છે તે જાણવા મંદાર દર પાંચ દિવસે તેને ફોન કરતો. તે આ બધું જાણે છે, અને તેણે ક્યારેય આરોપોને નકારી કાઢ્યા નથી. 

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.